Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 67
________________ હોંઢું સંતાડવું, ૪૪. ઋદ્ધિશાળી હોવા છતાં કજીયા-કંકાશ કરવા, ૪૫. જોશીના વચન પર વિશ્વાસ રાખી રાજ્ય મેળવવાની ઇચ્છા કરવી, ૪૬. મૂર્ખને સલાહ આપવામાં ગર્વ રાખવો, ૪૭. નિર્બળને સતાવવામાં બહાદૂરી બતાવવી, ૪૮. જેનાં દોષો સ્પષ્ટ દેખાતા હોય એવી સ્ત્રી પર પ્રીતિ રાખવી, ૪૯. ગુણોનો અભ્યાસ કરવામાં અત્યંત અલ્પ રુચિ રાખવી, ૫૦. બીજાનું એકત્ર કરેલ ધન ઉડાડવું, પ૧. અભિમાન આણીને રાજાના સમાન રૌફ બતાવવો, પર. લોકમાં રાજાદિની ખુલ્લ ખુલ્લી નિંદા કરવી, પ૩. દુઃખ પડે દીનતા દાખવવી, ૫૪. સુખ પ્રાપ્ત થયેથી ભવિષ્યમાં આવનાર આપત્તિ કે દુર્દશાને ભૂલી જવી, ૫૫. થોડી એવી રક્ષા માટે વધુ પડતો વ્યય કરવો, પ૬. પરીક્ષા માટે ઝેર ખાવું, ૫૭. અખતરા કરવામાં મૂડીનું પીંપરામળ કરવું એટલે કે ધનનું સ્વાહા કરવું, ૫૮. ક્ષયનો રોગી હોવા છતાં કામોત્તેજક રસાયણો ખાવાં, ૫૯. પોતાની મોટાઈનું અભિમાન રાખવું, ૬૦.ક્રોધમાં પાગલ બની આત્મઘાત કરવા તૈયાર થવું, ૬૧. અકારણ હંમેશા જ્યાં ત્યાં ભટકતાં રહેવું, ૬૨.બાણનો પ્રહાર થાય તો પણ યુદ્ધને જોતા રહેવું, ૬૩. મોટાઓની સાથે વિરોધ કરીને નુકસાન ઉઠાવવું, ૬૪. સીમિત ધન હોવા છતાં ય વધુ પડતો ઠાઠ અને આડંબર રાખવો, ૬૫. પોતાને પંડિત સમજીને ફોગટનો પ્રલાપ કે બકવાસ કરવો, ૬૬. પોતાની જાતને બહાદૂર સમજીને કોઈ બલિષ્ઠ વ્યક્તિનો ભય ન રાખવો, ૬૭. કોઈની અતિ પ્રશંસા કરીને સામી વ્યક્તિને ત્રાસ આપવો, ૬૮.મશ્કરીમાં પણ વ્યંગયુક્ત વચન બોલવાં, ૬૯. આળસું અને દરિદ્રીના હાથમાં ધન સોંપવું, ૭૦. ફાયદો થવાનું નક્કી ન થાય તો પણ ખર્ચ કરી બેસવો, ૭૧. પોતાનો હિસાબ-કિતાબ રાખવામાં આળસ કરવી, ૭૨. સ્વરકર્કશ હોવા છતાં ગીત ગાવું, ૭૩. ભાગ્યના ભરોસે બેસી ઉદ્યમન કરવો, ૭૪.ઍદી બનીને ફિજૂલવાતોમાં ૫૮)

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70