Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 65
________________ * અતિચાર – ૧. સચિત્ત-નિક્ષેપ - દાન યોગ્ય વસ્તુને સચિત્ત દ્રવ્ય ઉપર મૂકી દેવી. ૨. સચિત્ત પિધાન - દાન યોગ્ય દ્રવ્ય • પર કોઈ સંચિત્ત વસ્તુ મૂકી દેવી. ૩. કાલાતિક્રમ - ભિક્ષાકાલ વ્યતીત થઈ જાય પછી આમંત્રણ આપવું. ૪. પર-વ્યપદેશ - વહોરાવાનો આશય ન હોવાથી તે વસ્તુને પારકી કહેવી. ૫. મત્સર- બીજા દાતાના પ્રત્યે ઇર્ષાથી પ્રેરાઈને દાન દેવું. કરણી - શાલિભદ્ર, ધન્યકુમાર, કવન્ના શેઠનાં દૃષ્ટાંતો યાદ કરી હરરોજ સુપાત્રદાન અને સાધર્મિક ભક્તિભાવમાં ચઢતાં પરિણામ રાખવાં. આ પ્રમાણે સખ્યત્વ અને વ્રતોનું નિરૂપણ સમાપ્ત થયું. સમ્યક્તથી તત્ત્વનો સ્વીકાર કરો. અણુવ્રતોથી જીવનમાં અહિંસા, સત્ય, પવિત્રતા, બ્રહ્મચર્ય અને સંતોષની સાધના કરો. આજ સાધનામાં સહાયક ગુણવ્રતોનું પાલન કરો. શિક્ષાવ્રતોથી સમભાવ, સર્વત્યાગ અને સુપાત્ર-દાનનો અભ્યાસ કરો. - સર્વશ્રેષ્ઠ જૈનધર્મનો યોગ પામીને મૂર્ખવ્યક્તિના નીચે લખેલા સો લક્ષણોનો ત્યાગ કરો. ૧. શક્તિ હોવા છતાં ઉદ્યમ ન કરવો, ૨. પંડિતોની સભામાં પોતાની પ્રશંસા કરવી, ૩. વેશ્યાના વચન પર વિશ્વાસ રાખવો, ૪. દંભ તથા આડંબરનો ભરોસો કરવો, ૫. જુગાર વગેરે યુક્તિઓથી ધનપ્રાપ્તિની આશા કરવી, ૬. વ્યાપાર વગેરે લાભનાં સાધનોથી લાભ થશે કે નહિ ? એવી શંકા કરવી, ૭. બુદ્ધિ ન હોવા છતાંય ઉંચું કાર્ય કરવા તત્પર થવું, ૮. વણિક થઈને એકાંતવાસની રુચિ રાખવી, ૯. દેવું કરીને ઘરબાર આદિ ખરીદવાં, ૧૦. ઘડપણમાં કન્યા સાથે લગ્ન કરવું, ૧૧. ગુરુ પાસે શંકાશીલ ગ્રંથની વ્યાખ્યા પ૬)

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70