________________
ઉપસંહાર થાતિ ત ધર્મ: જે ધારણ કરે છે તે ધર્મ, ભવસાગરમાં અધોગતિએ જતાં પ્રાણીઓને અટકાવે અને ઉર્ધ્વગતિ તરફ દોરી જાય તે ધર્મ. શ્રી દશવૈકાલિક સૂત્રમા ધર્મના મહત્વને સમજાવતાં કહ્યું છે કે :
धम्मो मंगलमुक्टुिं अहिंसा संजमो तवो. देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥
ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. એ અહિંસા, સંયમ અને તપના લક્ષણવાળો છે. જેનું મન સદા આ ઉત્તમ ધર્મમાં હોય તેને દેવો પણ નમસ્કાર કરે છે.
કેવલી ભગવંતોએ ભાખેલો ધર્મ એમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ એ સમ્યક્ત્વ છે. તેનું જીવન પર્યત પાલન કરો. જયણા એ પણ ધર્મ છે. ડગલે ને પગલે, હરતાં-ફરતાં, સૂતાં-ઉઠતાં હર પળે અને હર ક્ષેત્રમાં એનું પાલન કરો. દુર્જનોની સોબત છોડો અને સર્જનોનો સંગ કરો.વિષયભોગનાં ભયંકર પરિણામોનો વિચાર કરો.“પ્રમોલો ગુખ શાંતિષ' એ ન્યાયે હૃદયમાં ગુણાનુરાગ ધારણ કરો. વિરોધી અને અવિનીતો પ્રતિ ઉદાસીનતા દાખવો. પ્રમાદનો ત્યાગ કરો. ક્રોધાદિભાવ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરો.પુત્ર, પત્ની, પરિવાર વગેરે આત્મિક દૃષ્ટિએ મારાથી ભિન્ન છે અને હું પણ એમનાથી ભિન્ન છું એવી અન્યત્વ ભાવનાને ભાવો. ફુરસદના સમયે સંસારના સ્વરૂપ વિષે વિચારો. અક્ષય, નિષ્કલંક જ્ઞાનમય અને આનંદમય આત્મસ્વરૂપનું ચિંતન કરો. ઉપરાંત અત્યંત પ્રિય, શુદ્ધ અને શાશ્વત એવા મોક્ષપદનું ચિંતન કરો. જેમ જેમ રાગદ્વેષ ક્ષીણ થતા રહેશે તેમ તેમ મોક્ષ સમીપ આવતું જશે. આ કારણથી શ્રાવકાચારનું પાલન અનન્ય શ્રદ્ધાપૂર્વક અને અવિરતપણે કરતાં રહેવું એ દરેક શ્રાવક માટે આવશ્યક છે. િવના'
‘શ્રાદ્ધવિધિ’ મહાગ્રંથના આધાર પર આ પુસ્તિકા લખવામાં આવી છે. તેમ છતાંય મતિમંદતાથી ક્યાંય પણ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ લખાઈ ગયું હોય તો વિશ્વન સુધારશે એવી આશા સાથે.
અમે અવતા'