________________
‘વ્યક્તિ જો પૌષધ ક૨વામાં અસમર્થ હોય તો આ વ્રતનું પાલન કરી પર્વની આરાધના તેણે જરૂર ક૨વી.
(૧૧) પૌષધવ્રત
જેનાથી આત્માના જ્ઞાનાદિ ગુણરૂપ ધર્મની પુષ્ટિ થાય તેને પૌષધ કહેવાય છે. આ વ્રત (૧) આહાર ત્યાગ, (૨) શરીર-સંસ્કાર ત્યાગ, (૩) બ્રહ્મચર્ય પાલન અને (૪) વ્યાપાર-ત્યાગના ભેદથી ચાર પ્રકારનું છે. પ્રત્યેક ભેદનાં દેશ અવે સર્વથી બે-બે પ્રકારના પ્રભેદ છે. આ વ્રતની મર્યાદા ચાર પ્રહર તેમજ આઠ પ્રહરની છે અર્થાત્ માત્ર દિવસનું, માત્ર રાત્રિનું અને પૂરા દિવસ-રાતનું આ વ્રત કરવા માં આવે છે. હવે દેશ અને સર્વથી પૌષધના ચારે પ્રકારોને જોઈએ. તિવિહાર ઉપવાસ, આયંબિલ, એકાસણું આદિ દેશથી આહાર-ત્યાગ રૂપ છે તથા ચઉવિહાર ઉપવાસ સર્વથી આહાર ત્યાગ રૂપ છે.
માત્ર મ્હોં અથવા હાથ, પગ વગેરે અવયવ ધોવાની છૂટ રાખવી, દેશથી શરીર-સંસ્કાર ત્યાગ છે, અને હાથ, પગ વગેરે પણ ન ધોવા. એ સર્વથી શરીર સંસ્કાર ત્યાગ છે.
જેમાં દૃષ્ટિદોષ ન ટળે તે દેશથી બ્રહ્મચર્યનું પાલન છે. અને જેમાં ઉક્ત દોષ પણ ન રહે અર્થાત્ સંપૂર્ણ પાલન થાય તે સર્વથી બ્રહ્મચર્ય છે.
એકાદ વ્યાપારને ખુલ્લો રાખવો તે દેશથી વ્યાપાર ત્યાગ છે અને વ્યાપારનો સંપૂર્ણ ત્યાગ તે સર્વથી વ્યાપાર ત્યાગ છે. પ્રતિજ્ઞા - આજીવન યથાશક્તિ આઠમ, ચૌદશ જેવા પર્વની તિથિના દિવસે અથવા અમુક સંખ્યામાં દર વર્ષે પૌષધ વ્રત હું ડરીશ.
૫૪