Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 62
________________ વચનદુષ્મણિધાનઃ આરંભનાં વચન બોલવા અથવા સામાયિકના સૂત્રાક્ષર ઓછા-વત્તા બોલવાં. (૩) મનોદુપ્પણિધાન : મનથી અશુભ ચિંતન કરવું, (૪) અનવસ્થા સમય પર સામાયિક ન કરવું અથવા સામાયિક કરીને શાંતિ ન રાખવી. (૫) સ્મૃતિવિહિનતા : સામાયિક લીધું કે નહિ, સમય પૂરો થયો કે નહિ . વગેરે શંકા રાખવી. કરણી : બે ઘડીના આ વ્રતમાં શ્રાવક સાધુના સમાન બની જાય છે. તેથી પુણિયા શ્રાવકનું દૃષ્ટાંત ધ્યાનમાં લઈ તેણે બને તેટલાં વધુ સામાયિક કરીને મનુષ્ય જન્મને સફળ બનાવવો. (૧૦) દેશાવકાશિક વ્રત સ્વરૂપ ઃ પૂર્વેનાં બધાં વ્રતોનો હજી વધારે સંક્ષેપ કરીને અથવા અમુક દિવસ માટે, દિશા-પરિમાણ વ્રતમાં શક્ય તેટલો સંક્ષેપ કરી વધારેમાં વધારે સામાયિક કરવાં. પ્રતિજ્ઞા - આજીવન અમુક સંખ્યામાં દેશાવકાશિક વ્રત દર માસે અથવા દર વર્ષે કરીશ.........દેશાવકાશિક વ્રત પ્રતિ .કરીશ. અતિચાર - (૧) આનયન પ્રયોગ સીમિત ક્ષેત્રની બહારથી કોઈની મારફતે વસ્તુ મંગાવવી. (૨) પ્રેષણ પ્રયોગ - એ પ્રમાણે વસ્તુને મોકલવી. (૩) શબ્દાનુપાતી - સીમિત ક્ષેત્રની બહારની વ્યકિને બોલાવવા માટે અવાજ કરવો કે શબ્દ કરવો. (૪) રૂપાનુપાતી - એના માટે દરવાજા બારી આગળ જઈને પોતાનું રૂપ દેખાડવું. (૫) પુદ્ગલ-ક્ષેપ - આ હેતુ કે ઉદ્દેશથી કંકરો વગેરે ફેંકવો અને પોતાની મોજુદગી જાહેર કરવી. કરણી - પર્વના દિવસોમાં કામમાં વ્યસ્ત રહેવાને કારણે

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70