Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 46
________________ અતિચાર -‘અતિચારોને જાણતા પહેલાં આ ચોથા વ્રતના બે વિભાગ જાણવા આવશ્યક છે. પ્રથમ વિભાગ સ્વદારાસંતોષનો અને બીજો વિભાગ પરસ્ત્રીના ત્યાગનો છે. પ્રથમ અતિચાર (૧) અપરિગૃહીતાગમન : કુંવારી, વિધવા, વેશ્યા વગેરે જેમના કોઇ સ્વામી નથી એટલે કે તેઓ કોઇની પત્ની નથી. એ વિચારથી જો કોઇ વ્રતધારી તેમને ત્યાં ખરાબ ઇચ્છાથી જાય તો પરસ્ત્રી-ત્યાગીને અતિચાર લાગે. અને સાથે સાથે સ્વદારાસંતોષીનું ભંગ થાય છે. (૨) ઇત્વર પરિગૃહીતાગમન : ઇત્વર્ એટલે થોડા સમય માટે વેશ્યા વગેરેને પોતાની બનાવીને અને પોતાની સમજીને રાખે તે વ્યક્તિને સ્વ-સ્ત્રીસંતોષ-વ્રતનો અતિચાર લાગે છે. (૩) અનંગક્રીડા : કામવાસના જાગૃત કરવાની ચેષ્ટા કરવી, જેમકે - અશ્લીલ વાણી, વિલાસ–ચુંબન વગેરે. (૪) પરિવવાહકરણ : પોતાનાં સંતાન અને જેમના પ્રત્યે આપણી જવાબદારી છે એને છોડીને યશ, કીર્તિ આદિ માટે બીજાના વિવાહ વગેરે કરાવવા. (૫) તીવ્ર અનુરાગ : અતિશય કામ સેવન પણ અતિચાર છે. કારણ કે એનાથી ધર્મ અને ધર્મના સાધનરૂપ એવું શ૨ી૨, એમ બન્નેને નુકસાન પહોંચે છે. કરણી : (૧) તિર્યંચ, દેવ-દેવી અને નપુંસક સાથે ભોગ, સૃષ્ટિ વિરુદ્ધનુ ' કર્મ, હસ્તમૈથુન વગેરેનો......... ત્યાગ કરીને..........તિથિ, અઠ્ઠાઇ,પર્વ, પ્રતિમાસ...દિન, પ્રતિવર્ષ ...........દિન, બ્રહ્મચર્યનું પાલન કરવું. (૨) ૠતુધર્મમાં તેમજ તીર્થસ્થાનોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું. ૩૭

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70