Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 44
________________ પ્રતિજ્ઞા - જીવન પર્યંત કન્યા, અન્ય મનુષ્ય,પશુ, ભૂમિ, અનામત થાપણ અને સાક્ષી સંબંધી અસત્ય વચન બોલીશ નહિ અને બીજા પાસે બોલાવરાવીશ નહિ. અતિચાર - (૧) સહસાભ્યાખ્યાન - વગર વિચાર્યે જ કોઇના ૫૨ જૂઠું આળ લગાવવું, જેમ કે- ‘તું ચોર છે.’ (૨) રહસ્યાભ્યાખ્યાન- ખાનગી વાત કરવાવાલાઓ ૫૨ જૂઠ્ઠો આરોપ લગાવવો. જેમ કે– ‘તમે લોકો રાષ્ટ્રની વિરુદ્ધ મસલતો કરી રહ્યા છો’ (૩) સ્વદારા મંત્રભેદ - પત્નીની ગુપ્ત વાતને બીજાની સમક્ષ ઉઘાડી પાડવી (૪) મૃષા ઉપદેશ- કોઇને પણ દુઃખી કરવા માટે કે ફસાવવા માટે જાઠી સલાહ આપવી. (૫) ફૂટલેખ - બનાવટી દસ્તાવેજ કરવા અથવા કરાવવા. કરણી- વિચારીને બોલવું. હંમેશા હિતકારી, બહું જ ઓછું અને પ્રિયવચન બોલવું. શક્ય હોય ત્યાં મૌન રાખો અને નકામી સાક્ષી જૂબાની કે ઝઘડાથી દૂર રહો. न ब्रूयात् सत्यम प्रियं प्रियं वचनानृतं ब्रूयात् । > (૩) સ્થૂલ અદત્તાદાન -વિરમણ વ્રત સ્વરૂપ - સ્થૂલ એટલે મોટી ચોરી જેવી રાજય ચોરનારને સજા કરે અને તે લોકનિંદાનો ભોગ પણ બને. તેવી પ્રવૃત્તિ કે કાર્યથી વિરમણ કરવું અર્થાત્ અટકવું. સારાંશ - મોટી ચોરી કરવી નહિ. પ્રતિજ્ઞા - જીવન પર્યંત હું મોટી ચોરી કરીશ નહિ કે કરાવીશ નહિ. અતિચાર - (૧) સ્નેનાહત - ચોરે ચોરી કરેલા માલને લેવો કે સંઘરવો. (૨) સ્ટેનપ્રયોગ - ચોરને મદદ કે ટેકો આપીને તેને ચોરી કરવા પ્રેરિત કરવો. (૩) તત્પ્રતિરૂપક વ્યવહાર - સારી ઉપ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70