________________
(૪) દર વર્ષે તીર્થયાત્રા, સંઘપૂજન, સાધર્મિક વાત્સલ્ય, શાસ્ત્ર લખાવવાં તથા સાતે ક્ષેત્રોમાં દ્રવ્યનો વ્યય. (૫) દેવ, ગુરુ અને ધર્મના કદી પણ સોગંદ નહિ ખાવ. શ્રાવકના બાર વ્રત
જૈન ગૃહસ્થે લેવા યોગ્ય પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે એ બાર વ્રતોનું સ્વરૂપ ટૂંકમાં નીચે પ્રમાણે જણાવ્યું છે. પાંચ અણુવ્રત
:
સાધુ ભગવંતોના મહાવ્રતોની અપેક્ષાએ શ્રાવકનાં વ્રત અણુ સમાન એટલે અતિ નાનાં હોવાથી તેને અણુવ્રત કહેવામાં આવે છે. (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતઃ
સ્વરૂપ ઃ નિરપરાધી સ્કૂલ બેઇન્દ્રિયાદિ ત્રસ જીવોના નિરપેક્ષપણે જાણીબુઝીને પ્રાણ નાશ કરવામાંથી અટકવું તેને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહેવામાં આવે છે. સારાંશ એ છે કે નિરઅપરાધી ત્રસ જીવોની નિરપેક્ષપણે સંકલ્પપૂર્વકની હિંસાનો ત્યાગ કરવો.
પ્રતિજ્ઞા :- આજીવન નિરપરાધિ ત્રસ જીવોની નિરપેક્ષપણે એટલે કે નિષ્કારણ ઇરાદાપૂર્વક હિંસા કરીશ નહિ કે કરાવીશ નહિ. અતિચાર :- (૧) વધ- ક્રોધ આદિને વશ થઇ કોઇ પણ જીવ ૫૨ નિર્દયતાપૂર્વક પ્રહાર કરવો. (૨) બંધ - પશુ અથવા મનુષ્યને એવી સખ્તાઇથી બાંધવા જેથી અગ્નિ, સર્પ આદિથી ભય • ઉત્પન્ન થાય તો પણ તે તેવા ઠેકાણેથી ભાગી જઇ પોતાના પ્રાણને બચાવીન શકે. (૩) છવિચ્છેદ- બળદ, ઊંટ આદિ પ્રાણીઓના કાન કે શરીરના અન્ય અવયવોનો છેદ કરવો કે કાપવા
૩૩