________________
સદા પોતાની જાતને ઠગાઇ ગયેલો. માને તે વિચારે કે દરઅસલ તે બાલમુનિને ધન્ય છે કે જેમણે સમસ્ત પ્રાણી પીડક અને દુર્દમ એવા કામશત્રુને જીતીને કુમાર અવસ્થામાંજ દુર્લભ દીક્ષાને ગ્રહણ કરી છે. ન એ બાલમુનિને ખાવા-પીવાની ચિંતા છે. ન તો એમને વસ્ત્ર, ધન કે આજીવિકાની. તેઓ હંમેશા નૂતન જ્ઞાન આદિના ઉપાર્જનનો અપૂર્વ આનંદ અનુભવે છે. અહો ! નિશ્ચિંત નિષ્પાપ જીવન તથા થોડા જ સમયમાં સર્વ દુઃખોમાંથી મુક્તિ. કહ્યું છે કે- ભાવથી પાળેલી એક દિવસની પણ દીક્ષા જો મોક્ષસુખ ન આપે તો પણ વૈમાનિક દેવત્વનું સુખ તો જરૂર આપે છે. રિવાહન રાજાએ જ્ઞાનીના મુખેથી પોતાનું શેષ આયુષ્ય હવે માત્ર નવ પ્રહર જ બાકી છે. એમ સાંભળીને દીક્ષા લીધી અને કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર મહા વિમાનમાં ઉત્પન્ન થયા. દીક્ષા પ્રત્યે આવી તીવ્ર ભાવના ધરાવનાર શ્રાવક ભાગ્યયોગે ગળે વળગેલી ગૃહસ્થીને ઉદાસીન ભાવે નિભાવતો હોય પરંતુ એમાં અંતરમાં તો સદાયે એમાંથી છુટવાનની ખેવના-ચાહના રાખતો હોવો જોઇએ.
(૧૫) આરંભોનો ત્યાગ કરવો :- દીક્ષાની તીવ્ર ભાવના હોવા છતાં કોઇ કારણથી કે શક્તિના અભાવને કારણે દીક્ષા ન લઇ શકાય તો પણ શ્રાવકે વ્યાપારાદિ આરંભોનો યથાશક્તિ ત્યાગ કરવો જોઇએ. સંભવ હોય તો પોતાના માટે આહાર વગેરે બનાવવાના અથવા બનાવરાવવાના આરંભને છોડી દે. પરિવારને માટે જે સામગ્રી બનતી હોય તેમાંથી તે પોતાનો નિર્વાહ કરે.
(૧૬) આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર કરવો :- જો દીક્ષા ગ્રહણ ન કરી શકાય તો આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર કરવો ધન્નાશેઠે વીસ વર્ષની ઉમરમાં અને પેથડશાહ મંત્રીએ બત્રીસ વર્ષની
ઉંમરમાં આ મહાવ્રતને સ્વીકાર્યું હતું. કહેવાય છે કે જે કોઇ આ દુષ્કર વ્રતનું પાલન કરે છે તેને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ અને કિન્નર
૨૯
-