________________
() ઉચિત મિત્ર આદિ કરવો પ્રકૃતિ એટલે સ્વભાવથી ઉત્તમ, સાધર્મિક, ગંભીર, જ્ઞાની, ચતુર અને બુદ્ધિશાળીને મિત્ર બનાવવો જોઈએ. જે હંમેશા વિશ્વાસપાત્ર હોય અને અવસર આવ્યું સહાયક પણ થઈ શકે. એ પ્રમાણે નોકર-ચાકર પણ એવા રાખવા જોઇએ જે ધર્મકાર્યોમાં સદા અનુકૂળ બની રહે. આર્દ્રકુમાર અને ધન્યકુમાર વગેરેની બુદ્ધિધન શ્રી અભયકુમાર મંત્રીશ્વરની સાથેની મૈત્રીના દૃષ્ટાંત આપણે જાણીએ છીએ. . (૫) શ્રી જિનમંદિર બનાવવું વ્રતધારી શ્રાવકે જો શક્તિ હોય તો તોરણ, શિખર,મંડપ, ગર્ભગૃહ આદિથી સુશોભિત મંદિર બનાવરાવવું જોઈએ. અને જો શક્તિ ન હોય તો પોતાના ન્યાયોપાર્જિત ધનથી વિધિપૂર્વક એકાદ દેવકુલિકાનું નિર્માણ કરાવવું જોઇએ. એક મંદિરના જીર્ણોદ્ધારનું ફળ નૂતન મંદિરના નિર્માણની અપેક્ષાએ આઠ ગણું છે. મંદિર બનાવરાવવાની સાથે સાથે થોડી ધનરાશિ અથવા કાયમી આવકનું સાધન સુરક્ષિત કરાવી લેવું જોઈએ. જેથી ભગવાનની અખંડ વિશિષ્ઠપૂજા તથા મંદિરની મરામત કે જીર્ણોદ્ધાર જેવા કાર્યો સતત અને અનાબાધપણે ચાલતા રહે.
(૬) પ્રભુ પ્રતિમા ભરાવવીઃ અરિહંત પરમાત્માની પ્રતિમા રત્ન, સુવર્ણ, ધાતુ, સુખડ, હાથીદાંત, ઉત્તમ પ્રકારના પાષાણ વગેરેની વિધિપૂર્વક ભરાવરાવવી અને બનાવરાવવી જોઈએ. દૃષ્ટાંત સંપ્રતિ મહારાજા, સાગરદત્ત શ્રેષ્ઠિ આદિના જાણવાં. .
(૭) પ્રતિષ્ઠાઃ પ્રતિમા તૈયાર થઈ જતાં અષ્ટાહિક મહોત્સવપૂર્વક તેની પ્રાણ પ્રતિષ્ઠા આદિ કરાવવી તથા યથાશક્તિ દાન પૂણ્ય પણ કરવું. . (૮) પુત્ર આદિને દીક્ષા અપાવવી? પુત્ર, પુત્રી વગેરે પરિવારના સભ્યોને મોટી ધામધૂમપૂર્વક અને આનંદ ઉલ્લાસપૂર્વક દીક્ષા અને મોટી દીક્ષા અપાવવી જોઈએ. શ્રી કૃષ્ણ અને ચેડા,