________________
જ નહીં પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરે છે. તીવ્રભાવથી કરેલી બાળહત્યા, સ્ત્રીહત્યા આદિ મહાપાપ આલોચનારૂપી જલથી આ જન્મમાં જ ધોવાઇ જાય છે. દૃઢપ્રહારી વગેરેના દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે. જેઓ ભયંકર પાપી હોવા છતાં અંતરની વિશુદ્ધ આલોચનાથી તેજ ભવમાં ઉત્તમ ગતિને પામ્યા હતા. આથી પ્રત્યેક વર્ષે અથવા પ્રત્યેક ચૌમાસીમાં આલોચના અવશ્ય કરવી જોઇએ. ૧૧.
જન્મ કર્તવ્ય અથવા જીવન કર્તવ્ય :
ઉચિત નિવાસસ્થાનનું ગ્રહણ વગેરે કાર્ય પૂરા જીવન કાળમાં ઘણું કરીને એકવાર થાય છે એટલે એને જન્મકૃત્ય કહે છે. અને એની સંખ્યા મુખ્યત્વે અઢાર છે. તે આ પ્રમાણે છે. ઉચિત (૧) નિવાસ-સ્થાન ગ્રહણ, (૨) વિદ્યા ગ્રહણ, (૩) વિવાહ અને (૪) મિત્ર આદિ કરવા, (૫) શ્રી જિનમંદિર, (૬) પ્રતિમા અને (૭) પ્રતિષ્ઠા કરાવવી, (૮) પુત્રાદિને દીક્ષા અપાવવી, (૯) દીક્ષિત પુત્ર આદિને પંન્યાસ પદવી અને આચાર્ય પદવી અપાવવી, (૧૦) શ્રુતજ્ઞાનના પુસ્તક આદિ લખાવવા, (૧૧) પૌષધશાળા બનાવવી, (૧૨) આજીવન સમ્યક્ત્વ તેમજ (૧૩) વ્રતધારણ, (૧૪) દીક્ષા ગ્રહણ, (૧૫) તેવી શકિત અથવા સંયોગ ન હોય તો આરંભનો ત્યાગ અને (૧૬) બ્રહ્મચર્યનો સ્વીકાર, (૧૭) પ્રતિમા આદિનું વહન તથા વિશિષ્ટ તપ કરવું. અને (૧૮) અંતિમ આરાધના. આ અઢાર જન્મ કર્તવ્ય છે જેનું સ્વરૂપ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે.
(૧) ઉચિત નિવાસસ્થાનનું ગ્રહણ કરવું જોઇએ. જેનાથી જીવનમાં ધર્મ, અર્થ અને કામની ઉપલબ્ધિ થાય. જ્યાં હિંસક, ચોર, ઠગ,જુગારી, નટ-નટી આદિ દુર્જન લોકો રહેતા હોય તે સ્થાન નિવાસ માટેઅયોગ્ય કહેવાય. એવા સ્થાનોમાં રહેવાથી બન્ને ભવો હારી જવાની પૂરી સંભાવના છે. એટલે અયોગ્ય સ્થાન ત્યાગીને જ્યાં સારો પાડોશ હોય . જ્યાં જિનેશ્વર ભગવાનનું મંદિર પાસે હોય, જ્યાં ગુરુ ભગવંતોનું
૨૫