Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 33
________________ ચર્યાનું પાલન કરીએ તો અમારું પણ આવું સન્માન થાય. અન્ય શ્રાવક-શ્રાવિકા તથા જૈનેતર લોકોને પણ એમ લાગે કે જિનેશ્વર પરમાત્માનું શાસન કેવું મહાપ્રતાપી છે કે જેમાં આવા ગુરુ ભગવંતો હોય છે. આ પ્રકારના બહુમાનથી એ લોકોમાં જૈનત્વ એટલે કે બોધિબીજનું વાવેતર થાય છે. જેના પ્રભાવથી તેઓ થોડા સમયમાં જ સાચા જૈન બને છે. આવા પ્રસંગોએ શ્રી સંઘને તિલક કરી નારિયેળ આદિની પ્રભાવના કરવી જોઇએ કહ્યું છે કે ભાવના એના ભાવિકને પોતાને મોક્ષ આપે છે, જ્યારે પ્રભાવના પોતાને અને બીજાને એમ બન્નેને મોક્ષ આપે છે. આજ કારણથી ભાવના કરતાં પ્રભાવના વધારે પ્રભાવશાળી છે. ૧૦. આલોચના : - પાપના દોષોનું પ્રકાશન એ આત્મશુદ્ધિ માટે અત્યંત જરૂરી છે. યોગ્ય ગુરુનો યોગ હોય તો વર્ષમાં એક વાર પોતાના પાપોની આલોયણા નાના બાળકની જેમ નિષ્કપટતાથી, સરળતાથી અને મનની કોઈ વાત પછી તે નાની હોય કે મોટી કહેતાં શરમ આવે તેવી હોય કે ન હોય, તેને છૂપાવ્યા વિના કરવી જોઈએ. આલોચનાના અનેક લાભો છે : . (૧) પાપનો બોજ ઉતરી જવાથી પોતાના મનમાં ફૂલની જેમ હળવાશનો અનુભવ, (૨) ચિત્તની પ્રસન્નતા, (૩)સ્વ-પરના દોષોની નિવૃત્તિ એટલે કે આપણને આલોચના કરતા જોઈ અન્યને પણ આલોચના કરવાની ભાવના થાય છે. (૪) સરળતાની પ્રપ્તિ, (૫) આત્મશુદ્ધિ, (૬) દુષ્કરકારિતા અનાદિ ભવોના અભ્યાસથી પાપોનું સેવન દુષ્કર લાગતું નથી પણ પાપોની આલોયણ અતિ દુષ્કર છે. (૭) શ્રી જિનઆજ્ઞા પાલન, (૮) નિઃશલ્ય ભાવના : શાસ્ત્રોમાં કહ્યું છે કે આલોચનાથી માયાશલ્યનું ઉન્મેલન થાય છે સરલતા ઉત્પન્ન થાય છે. સરલ જીવ સ્ત્રીવેદ અને નપુંસકવેદને બાંધતો નથી. એટલું

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70