Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 21
________________ ગુરુ વંદન अज्ञानतिमिरांधानां, ज्ञानांजनशलाकया । नेत्रमुन्मिलितां येन तस्मै श्री गुरवे नमः ॥ અર્થાત ્ અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલાનાં નેત્રોને જ્ઞાનરૂપી અંજનની સળીથી ઉઘાડી નાખનાર એવા ગુરુ ભગવંતને ? નમસ્કાર. મંદિરથી નીકળીને શ્રાવકે પાંચ મહાવ્રતના પાલનકર્તા એવા પુણ્યશ્લોકી ગુરુ ભગવંતોને વંદન કરવું. આત્મસાક્ષીએ તથા મંદિરમાં કરેલા પચ્ચક્ખાણ ફ૨ીથી ગુરુ ભગવન્ત પાસે લે, તેઓશ્રીની સુખશાતા પૂછે. ઔષધ વગેરે માટે વિનતિ કરે તેમજ ગુરુભગવંત સંબંધી જે ૩૩ આશાતનાઓ જેવી કે પગ ઉપર પગ ચઢાવવો, પગ લાંબો કરવો ઇત્યાંદિ ત્યાગ કરી, ઉપસ્થિત શ્રોતાજનોને નમન કરી બેસે અને ધર્મની દેશના ભાવપૂર્વક સાંભળે. ગુરુવંદન અને ધર્મશ્રવણથી લાભ : (૧) કર્તવ્યનું જ્ઞાન, (૨) તેના પાલનમાં ઉત્કર્ષની પ્રાપ્તિ, (૩) કુબુદ્ધિનો ત્યાગ, (૪) વૈરાગ્યની પ્રાપ્તિ, (૫) તુચ્છ ભોગસુખનો ત્યાગ, (૬) અહિંસા, સત્ય અને તપ દ્વારા કામ, ક્રોધ આદિ કષાયોનો મૂળમાંથી નાશ અને (૭) સદાને માટે મુક્તિસુખની પ્રાપ્તિ થાય છે. 卐 ૧૨

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70