________________
ગુરુભગવંતની પાસે અભ્યાસઃ
સાંજના કામધંધાથી પરવારીને પછી ઉપાશ્રયમાં આવી સામાયિક લઈ ગુરુભગવંત પાસે શાસ્ત્રનો અભ્યાસ કરો અને રોજ નવીન જ્ઞાનનું ઉપાર્જન કરો. સમ્યફ્રજ્ઞાનથી અસીમ અને સાત્વિક આનંદનો અનુભવ થાય છે.
. ઉપાશ્રયથી ઘેર જઇને જો એકાસણું ન કર્યું હોય તો સાંજનું વાળુ કરી પછી થોડા પાણી વડે હાથ, પગ અને હેં શુદ્ધ કરવું ત્યાર બાદ આરતી, મંગળદીવો વગેરેથી જિનેશ્વરદેવની ભક્તિ કરી અને પ્રતિક્રમણ કરવું. આ પ્રમાણે દૈનિક કર્તવ્યોનું પાલન કરવાવાળો આત્મા જરૂર શાશ્વત સુખનો ભોક્તા બને છે.
રાત્રી કર્તવ્યઃ સાંજના પ્રતિક્રમણ કર્યા પછી ગુરુ ભગવંતના પગ વગેરે દબાવવા. સ્વાધ્યાય, જાપ વગેરે કરવો. પછી પોતાના ઘરે આવી ઘરના સભ્યોની સાથે ધર્મવિષયક ચર્ચા કરવી. આથી પોતાના પરિવારના સભ્યોને ધર્મની સાચી ઓળખ આપવાની પોતાની ફરજ અદા કરે. એટલુંજ નહિ એમને ઉન્માર્ગ પર જતાં રોકી લઇ સન્માર્ગ માર્ગ પર બોલાવવાનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. શયન વિધિઃ
| સ્વાધ્યાય આદિ કર્યા પછી રાત્રીના પ્રથમ પહોરના અત્તે પગોને ધોઈને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારેના શરણ સ્વીકારવા તેમજ પંચ પરમેષ્ઠિ-નમસ્કાર મહામંત્રનું સાતવાર સ્મરણ કરવું. સ્થૂલભદ્રસ્વામી, સુદર્શન શેઠ, વિજય શેઠ અને વિજયા શેઠાણીનું સ્મરણ કરવું. સૂઈ જતી વખતે મસ્તક પૂર્વ અથવા દક્ષિણ દિશામાં રાખી નીચે જણાવ્યા મુજબ ચિંતન કરવું.