Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 29
________________ શકિત ન હોય તો સુતરનો દોરો કે મુહપત્તિ માત્રથી સાધુ-સાધ્વીની તથા સોપારી વગેરે વડે ચાર શ્રાવકોનું પૂજન અવશ્ય કરવું. પ્રત્યેક ચાતુર્માસમાં મહામંત્રી વસ્તુપાલને તો પુષ્કળ દ્રવ્યનો સદ્વ્યય કરીને ઓછામાં ઓછું એકવાર શ્રીસંઘપૂજન કરવાનો નિયમ હતો. ૧. સાઘર્મિક વાત્સલ્ય સાધર્મિક ભક્તિનો મહિમા કોઈ અજબ કોટિનો છે. કહ્યું છે કે એક તરફ સકળ ધાર્મિક અનુષ્ઠાનો અને બીજી તરફ સાધર્મિક વાત્સલ્ય એ બંને બરાબર છે. કારણ કે સાધર્મિક વાત્સલ્યથી બધા જ ધાર્મિક અનુષ્ઠાનોનું અનુમોદન આપોઆપ થઈ જાય છે. વળી અનુમોદન દ્વારા તે બધા જ અનુષ્ઠાનોના ફલનો લાભ મળી જાય છે. વર્ષમાં ઓછામાં ઓછું એક વાર પુત્રના જન્મોત્સવ, વિવાહ જેવા પ્રસંગ પ્રાપ્ત થતાં બધા જ સાધર્મિક ભાઈ-બહેનોને વિશિષ્ટ ભોજન માટે નોંતરવા જોઇએ. જરૂરતમંદ સાધર્મિકોને પોતાની સંપત્તિના સદ્વ્યય દ્વારા મદદ કરવી જોઈએ. અંતરાયકર્મના ઉદયથી જ્યારે કોઇવાર એની પરિસ્થિતિમાં અણધાર્યો પલ્ટો આવે ત્યારે પ્રયત્નપૂર્વક એને એની પૂર્વની સ્થિતિમાં પ્રસ્થાપિત કરવાનો નિષ્કામભાવે પ્રયત્ન કરવો. આ પ્રમાદિ મનુષ્યને ફરી ધર્મકરણીમાં પ્રવૃત્ત થવા માટે પ્રેરણા આપો. અનુચિત પ્રવૃત્તિ કરનારને તે માર્ગેથી પાછા વાળો.તેમજ ધર્મકાર્યમાં શિથિલ બનેલાઓને તેમાં દઢ બનાવો. આ બધા સાધર્મિક - વાત્સલ્ય આદિ દર્શનાચાર છે. એના પરિપાલનથી આપણું સમ્ય દર્શન નિર્મલ બને છે. શ્રી સંભવનાથ ભગવાને પૂર્વના ત્રીજા ભવમાં સાધર્મિક વાત્સલ્યથીજ તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું હતું તે વાત સુવિદિત છે. દેવગિરિમાં શ્રી જગતસિંહ શેઠે ૩૬૦ વણિકપુત્રોને ૨૦)

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70