Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 27
________________ જેમાં અનેક ત્રસ જીવોની હિંસા થાય છે તેવા મકાન, દુકાન વગેરેના નિર્માણ કાર્ય ન કરવાં કે કરાવવાં. અવરજવરના સાધન જેવાં કે બળદગાડું, મોટર કાર, ટ્રક, આદિનો નિષેધ કરવો. હલ, ટ્રેક્ટર આદિ સાધનોથી ખેતીનો નિષેધ કરવો. - જીવરક્ષા માટે બધી દિશાઓમાં અમર્યાદિ ગમનનો નિષેધ શ્રીકૃષ્ણ મહારાજા અને પરમહંત કુમારપાળ મહારાજાના દષ્ટાંતો ધ્યાનમાં લઇને કરવો. ઈતર લોકમાં દેવ પોઢી એકાદશી” અને “દેવ ઉઠી એકાદશીનું જે કથન છે તે માત્ર ઔપચારિક છે. જે કૃષ્ણમહારાજા માટે કરવામાં આવે છે.તેઓ વર્ષા ચૌમાસીમાં પોતાના મહેલમાંથી બહાર નીકળતા ન હતાં. યદિ બધી દિશાઓમાં આવવા જવાનો નિષેધ શક્ય ન હોય તો શક્ય હોય તે દિશા કે દિશાઓમાં આવવા-જવાનો નિષેધ કરો. સચિત્ત આહારના ત્યાગનો નિયમ ન થઈ શકે તો જે જે સચિત્ત દ્રવ્યો વિના ચાલી શકે તે તે દ્રવ્યોનો ત્યાગ કરવો. ચીજ વસ્તુનો ઉપભોગ ન કરતા હોઈએ તો પણ પચ્ચખાણ કર્યા વિના તેનું ફળ મળતું નથી. જેમ કે એક ટંક ભોજન કર્યું હોય તો પચ્ચક્ખાણ લીધા વિના એકાસણાનું ફળ મળતું નથી તેમ. વ્યવહારમાં પણ જો રૂપિયા બાંધી મુદત (FIXED DEPOSIT) માં મૂક્યા વિના બેંક પણ વ્યાજ આપતી નથી. * આ પ્રમાણે ચાતુર્માસમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વર્યાચારના પાલન સંબંધી વિશેષ અભિગ્રહનો સ્વીકાર કરવો. વર્ષાઋતુ આમ પણ વિશિષ્ટ તપ અને ત્યાગને માટે અનુકૂળ મૌસમ છે. ગુરુ ભગવંતો પણ ચાતુર્માસ દરમ્યાન એકજ સ્થાનમાં સ્થિરતા ફરમાવે છે.માટે એમની પાસેથી ધર્મનો ઉપદેશ સાંભળો અને વિશિષ્ટ પ્રકારે

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70