________________
દિવસોમાં સુકૃત્યોનો સંચય કરતો કરતો જરુર શુભ આયુષ્યનો બંધ બાંધે છે. એટલું જ નહિ, પર્વના દિવસોમાં આચરેલો ધર્મ વધુમાં વધુ ફળ આપનાર થાય છે. અન્ય લોક પણ આપણે જોઈએ છીએ કે જે નિત્ય ધર્મકરણી નથી કરતો તે પણ પર્વના દિવસોમાં દાન આદિ ધર્મમાં પ્રવૃત્ત થાય છે. એ વાત પણ અનુભવસિદ્ધ છે કે પર્વ વગેરેનું નિમિત્ત પામીને એકવાર ધર્મ પ્રવૃત્તિમાં જોડાનાર વ્યક્તિ પછી સદાને માટે ધાર્મિક પ્રવૃત્તિમાં સ્થિર થઈ જાય છે. વ્રતધારી પશુ પક્ષી પણ પર્વના દિવસોમાં ઉપવાસ આદિ તપ કરે છે. કમ્બલ અને શમ્બલનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. આ કારણે નીચે લખેલ કર્તવ્યોનું યથાશક્તિ પાલન કરવું અને પુનિત પર્વોની આરાધના કરવી.
પર્વ કર્તવ્યઃ નિત્ય કર્તવ્યો ઉપરાંત, ઉપવાસ, પૌષધ અથવા દેશાવકાશિક વ્રત, સ્નાત્ર પૂજા, ચૈત્ય પરિપાટી, સર્વ સાધુ ભગવંતોને વંદન, વિશિષ્ટ દાન, બ્રહ્મચર્ય, ખાંડવા-દળવા આદિ આરંભનો ત્યાગ તેમજ સચિત આહારનો ત્યાગ પર્વના દિવસોમાં કરવો જોઇએ.
અષાઢી, કાર્તિકી અને ફાગણ ચૌમાસીની અટ્ટાઈ પર્વની આરાધના માટે છઠ્ઠના તપનું વિધાન છે.
આસો તથા ચૈત્ર માસની એમ બે શાશ્વતની અઢાઈ તપની • આરાધનારૂપે શ્રી નવપદજીની ઓળી કરવી.
સર્વ પવમાં શિરોમણી એવું પર્યુષણપર્વઃ
તેની આરાધના ભાદરવા માસમાં કરાય છે. આ મહાન મંગળકારી પર્વમાં અમારી પાલન, સાધર્મિક વાત્સલ્ય. અઠ્ઠમ તપ વિધિપૂર્વક કલ્પસૂત્રનું શ્રવણ અને પારસ્પરિક ક્ષમાપના જરૂર કરવી એવી શાસ્ત્રાજ્ઞા છે.
(૧૨