________________
શ્રી વીરપ્રભુનું નિર્વાણકલ્યાણક અને ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન દીવાળી પર્વમાં થયું હતું એટલે આ પર્વને છઠ્ઠના તપ અને જપથી આરાધવું.
અષ્ટમી, ચૌદશ અને પાંચમ આદિ પર્વતિથિઓમાં શ્રાવકે વિવિધ તપની આરાધના કરવી. તેમજ તીર્થંકર નામકર્મના બંધનું કારણ એવું વીશસ્થાનક તપ પણ અવશ્ય કરવું. ચોવીશે તીર્થંકરોના ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્ય અને મોક્ષ એમ પાંચે કલ્યાણકોની પણ આરાધના જરૂર કરવી.
આ પ્રકારે નિર્મલ બુદ્ધિશાળી જીવ વિધિપૂર્વક પર્વકર્તવ્યોનું ભલીભાંતિ પાલન કરી, દીવ્ય સુખોનો અનુભવ કરી પ્રાન્તે મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
ચાતુર્માસિક કર્તવ્ય
:
જેમણે પરિગ્રહ પરિમાણ નામનું પાચમું અણુવ્રત જીવનભરને માટે લીધું હોય તેમણે પ્રત્યેક ચાતુર્માસમાં ધન, ધાન્ય આદિ પરિગ્રહના નિયમોનો વિશેષ સંક્ષેપ કરવો. વળી જેમણે એ વ્રત ન લીધું હોય તેમણે પણ દરેક ચાતુર્માસના ચાર મહિના માટે નિયમ અને અભિગ્રહ કરવો.
ઠંડકને કારણે જેના નીચે તેજ વર્ણના નાના મોટા અનેક જીવો રહેતા હોય તેવા ભાજીપાલાનો જીવરક્ષાના હેતુથી ઉનાળા અને ચોમાસામાં ત્યાગ કરવો.
વર્ષા, ચોમાસામાં જીવોની ઉત્પત્તિ અધિક થાય છે. જેમ કે વાદળ અને વર્ષાના લીધે રાયણ, કેરી આદિ ફળોમાં તથા બદામ, કાજુ, દ્રાક્ષ આદિ સૂકા મેવામાં ઇલિકા ઉત્પન્ન થાય છે. એથી એ ચીજોનો ત્યાગ કરવો.
૧૭