________________
જ્ઞાનાભ્યાસ કરો. તેમજ પ્રયાસપૂર્વક વર્ષા-ચૌમાસીમાં ઉચિત નિયમો અને વ્રતોનું વિજયશ્રીના ઉદાહરણથી પાલન કરો.
મહાત્મા વશિષ્ઠ પણ કહે છે કે—
વર્ષાઋતુમાં મનુષ્ય બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. એકટાણા આદિનું તપ કરવું. પ્રવાસ ન કરવો, માટી ન ખોદાવવી, મૂળા, રીંગણ અને તાંદળજાની ભાજી વગેરેનો ત્યાગ કરવો અને રાત્રીભોજન ન કરવું.
આ નિયમોનું પાલન કરનાર આત્મા સર્વ મનોવાંછિતને પ્રાપ્ત કરે છે. તથા પરમપદને પામે છે. આ રીતે ચાતુર્માસિક કર્તવ્યોને જાણવાં.
વાર્ષિક કર્તવ્યઃ
હવે આપણે વાર્ષિક કર્તવ્યો વિષે જાણીએ. એની સંખ્યા ૧૧ છે. જે નીચે મુજબ છે.
(૧) શ્રી સંઘપૂજન, (૨) સાધર્મિક વાત્સલ્ય, (૩) યાત્રાત્રિક, (૪) સ્નાત્ર મહોત્સવ, (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ, (:) મહાપૂજા, (૭) રાત્રિજગો, (૮) શ્રુતભક્તિ, (૯) ઉજમણું, (૧૦) તીર્થ પ્રભાવના, અને (૧૧) આલોચના.
શ્રી સંઘપૂજન : ચતુર્વિધ સંઘ જે પરમાત્માને પણ પૂજ્ય છે. તેની પૂજા વર્ષમાં એકવાર તો અવશ્ય કરવી જોઇએ. પોતાની શક્તિ પ્રમાણે ખૂબ જ આદર અને બહુમાનપૂર્વક પૂ. આચાર્યાદિ સાધુ ભગવંતો તથા પૂ. ભગવતી સાધ્વીજીઓને એમને યોગ્ય નિર્દોષ વસ્ત્ર, પાત્ર આદિથી તેમજ શ્રાવક-શ્રાવિકા સંઘનો પણ ભક્તિપૂર્વક યથાશકિત વસ્ત્ર, અલંકાર આદિ દ્રવ્યથી સત્કાર કરવો.
૧૯