________________
અશુભ વ્યાપારોને મનગુપ્તિ, વંચનગુપ્તિ અને કાયગુપ્તિથી, પ્રમાદને અપ્રમાદથી તથા અસંયમને સંયમથી જીતો.
સુંદર ભવિષ્ય માટે શુભ સંકલ્પ કરો
સંકલ્પોનો જીવન ૫ર સારો એવો પ્રભાવ પડે છે. વર્તમાન વ્યકિતનો જેવો વિચાર હોય તેવોજ ભવિષ્યમાં તે આકાર ધારણ કરે છે. શુભ મનોરથ કરવાઃ
કોઇ જ્ઞાન-દર્શનધારી શ્રાવકને ઘેર સેવક તરીકે રહેવું સારું પરંતુ મિથ્યાબુદ્ધિવાળો ચક્રવર્તી થવું એ સારૂં નથી. એ સોનેરી દિવસો ક્યારે આવશે કે જ્યારે સ્વજન, ધન વગેરેનો સંગ છોડીને ગીતાર્થ ગુરુ ભગવંતના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરું તથા કાયાને કસીને અને નિર્ભય બનીને સ્મશાન જેવા ભયંકર સ્થળોએ કાયોત્સર્ગ કરીને ઉત્તમ પુરુષની કરણીનું અનુકરણ કરીશ ? એવા શુભ મનોરથ સેવવા
પૂર્ણ થયો.
આ પ્રમાણે રાત્રિ-કર્તવ્ય નામનો બીજો વિભાગ સંક્ષિપ્તમાં
પર્વ કર્તવ્ય
સર્વશ્રેષ્ઠ એવો મનુષ્યભવ પ્રાપ્ત કરીને હંમેશા તેને સુકૃત્યો દ્વારા સફળ કરો. સદા સેવેલાં સુકૃત્યોથી સુખ પણ સદાને માટે પ્રાપ્ત થાય છે. એથી દાન, શીલ, તપ, ધ્યાન અને જ્ઞાનના સતત અભ્યાસ દ્વારા દિવસ અને રાતને સફળ બનાવો. પોતપોતાના આયુષ્યના બે તૃતિયાંશ ભાવ વ્યતીત થયા પછી અને એક તૃતિયાંશ ભાગ બાકી રહે ત્યારે અથવા આયુષ્યના અંત સમયે જીવ આગલા જન્મના શુભ અથવા અશુભ આયુષ્યનો બંધ કરે છે.આયુષ્યના અંતિમ ત્રીજા ભાગમાં વર્તમાન જીવ આઠમ, ચૌદશ, પાંચમ આદિ પર્વના
૧૫