________________
(૨) જિન મુદ્રાઃ ઉભા રહેતા સમયે બન્ને પગની વચ્ચે આગળની તરફ ચાર આંગળનું અને પાછળના ભાગમાં બન્ને એડીઓની વચ્ચે થોડું ઓછું અંતર રાખીને બન્ને હાથોને લાંબા કરવા. આ મુદ્રા કાઉસ્સગ્નમાં રખાય છે.
. (૩) મુક્તાસુક્તિ મુદ્રાઃ દસે આંગળીઓને એક બીજાની સામે રાખી મોતીના સીપના આકારમાં બન્ને હાથ જોડીને કપાળ ઉપર રાખે. આજ મુદ્રામાં “જાવંતિ ચેઈઆઈ” “જાવંત કેવિ સાહૂ” અને “જય વીયરાય” સૂત્રો બોલવામાં આવે છે.
પ્રણિધાન નિકઃ મન, વચન અને કયા એ ત્રણેનું પ્રણિધાન અર્થાત્ એકાગ્રતા રાખવી
આ પ્રમાણે દશત્રિકોનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય પણ સાવધાનીની કેટલીક વાતો બતાવવામાં આવી છે. મંદિરમાં પાળવાની બીજી સાવધાનીઓઃ (૧) સામાયિક અને પૌષધ સિવાય પ્રભુદર્શન માટે ખાલી હાથે જવું યોગ્ય નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે ફળથી ફળની પ્રાપ્તિ થાય છે. એટલે ઓછામાં ઓછું ચોખા અને ઘી તો અવશ્ય લઈ જવું
જોઈએ. (૨) મંદિરમાં પ્રભુના દર્શન પૂજન અને વંદન કરતી વખતે
પુરુષવર્ગે પ્રભુની પ્રતિમાની જમણી તરફ તથા સ્ત્રીવર્ગે ડાબી તરફ રહેવું. બરાબર સામે ઉભા રહેવાથી બીજા લોકોને દર્શન
વગેરે ક્રિયામાં અડચણ ઉભી થાય છે. (૩) ચૈત્યવંદન, સ્તવન વગેરે મધુર તેમજ ધીમાં સ્વરમાં બોલવું
જેથી બીજા ભાવિકોની સાધનામાં વિક્ષેપ ન પડે.