________________
(૨) પદસ્થ અવસ્થા :- કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સમવસરણમાં બીરાજી શાસનસ્થાપના કરી આપે ધર્મ ઉપદેશ દ્વારા સમગ્ર વિશ્વ પર મહાન ઉપકાર કર્યો. આપની કૃપાએ મને પણ આ અવસ્થાએ પહોંચાડ્યો છે. હે કૃપાનિધાન ! હવે મારા પ્રત્યેની આપની ઉદાસીનતા યોગ્ય નથી.
(૩) રૂપાતીત અવસ્થા :- જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોકથી રહિત અને અનંતજ્ઞાન અને આનંદરૂપ અરૂપી સિદ્ધિ અવસ્થાને હે પ્રભો ! આપે પ્રાપ્ત કરી છે, આ અવસ્થાને હું ક્યારે મેળવીશ? વગેરે ચિન્તન મનન કરવું
દિશાત્યાગ ત્રિક દર્શન પૂજન અને વંદન કરતા સમયે પ્રભુ સમક્ષ દૃષ્ટિ રાખવી, આજુ બાજુની બે દિશાઓ તેમજ પાછળ ત્રીજી દિશામાં અથવા તો આસપાસની એક દિશામાં તેમજ ઉપર નીચે બે દિશાઓ એમ કુલ ત્રણ દિશાઓમાં જોવું નહિ.
પ્રમાર્જના સિકઃ ચૈત્યવંદન કરવાની ભૂમિ જીવરક્ષા માટે ઓથો, ચરવલો, ખેસના છેડાથી ત્રણ વાર ભૂમિનું પ્રમાર્જન
કરવું
- આલંબન શિક : સૂત્ર, અર્થ અને જિન પ્રતિમા એ ત્રણ આલંબન છે. પ્રતિમા સન્મુખ દૃષ્ટિ, સૂત્રોનું શુદ્ધ ઉચ્ચારણ અને મનથી સૂત્રોના અર્થનું ચિંતન કરવું.
મુદ્રા ત્રિક: (૧) યોગમુદ્રા - બેસતી વખતે જમણા પગને નીચે રાખવો અને ડાબા ઢીંચણને ઉપર ઉઠાવવો તેમજ દસ આંગળીઓને એક બીજામાં ભરાવી કમાલકોશની આકૃતિમાં બન્ને હાથને રાખવા, બન્ને હાથની કોણીઓ પેટ પર રાખવી તેમજ મસ્તક થોડું નમાવવું. શરીરની આ સ્થિતિને યોગ્યમુદ્રા કહી છે. આજ મુદ્રામાં ચૈત્યવંદન, નમુત્થણ વગેરે સૂત્રપાઠ બોલવામાં આવે છે.