________________
(૧) દૈનિક (૨) રાત્રી (૩) પર્વ (૪) ચાતુર્માસિક (૫) વાર્ષિક અને (૬) જન્મ કર્તવ્ય
આચાર પાલનથી થતા લાભ (૧) પ્રભુ આજ્ઞાનું પાલન (૨) ચિત્તની પ્રસન્નતા (૩) ધર્મના પરિણામોનું પ્રગટવું (૪) પ્રગટેલ પરિણામોનું સ્થિર થવું (૫) સ્થિર પરિણામોની વૃદ્ધિ થવી (૬) અન્ય આત્માઓને માટે આલંબન અને (૭) દેવ-મનુષ્યરૂપ સદ્ગતિની પરંપરાથી મોક્ષની પ્રાપ્તિ
દૈનિક કર્તવ્ય ઉપર જણાવેલ છ વિભાગોમાંથી પ્રથમ વિભાગ દૈનિક કર્તવ્યનો ઉપદેશ નીચે મુજબ છે. નમસ્કાર મહામંત્રના સ્મરણથી દિનચર્યાનો આરંભ :
આજનો દિવસ સફલ તથા આનંદમય બને. તે માટે પ્રાતઃકાલે સૂર્યોદયના પહેલા એક પ્રહર, ચારઘડી અથવા બે ઘડી રાત્રી બાકી હોય ત્યારે શૈયાનો ત્યાગ કરવો, ઉઠતાં વેંત મંગળમય પરમેષ્ઠી નમસ્કાર મહામંત્રનું આઠવાર સ્મરણ કરવું. ઉઠતી વખતે ડાબી બાજુ સ્વર ચાલતો હોય તો પ્રથમ ડાબો પગ અને જમણી બાજુ સ્વર ચાલતો હોય તો પ્રથમ જમણો પગ ઉઠાવવો.
મલ-મૂત્રની શંકા હોય તો દિવસે તથા સંધ્યા સમયે ઉત્તર દિશા તરફ મુખ કરીને અને રાત્રે દક્ષિણ તરફ મુખ કરીને નિર્જીવ ભૂમિ પર બેસીને મૌન પાળીને શંકા ટાળવી
ધાધર વગેરે થયું હોય તો તે જગ્યાએ વાસી થુંક ઘસવું.
સવારે પુરુષે પોતાનો પુણ્યશાળી જમણો હાથ અને સ્ત્રીએ પોતાનો ડાબો હાથ જોવો.