________________
આજ્ઞાનું પાલન, ચિત્તની પ્રસન્નતા તથા અનંત પુણ્યરાશિના ભાગી બનો. શાસ્ત્રોમાં કહ્યું છે કેઃ
दुर्शनाद् दुरितध्वंसी, वंदनाद् वांच्छितप्रदः। पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः ॥
દર્શનથી પાપનો નાશ કરનાર, વંદનથી મનોવાંચ્છિત વસ્તુને અર્પનાર, પૂજનથી સંપત્તિ આપતા એવા જિનેશ્વરદેવ સાક્ષાત્ કલ્પતરુ સમાન છે.
જિનાગમોમાં પણ કહ્યું છે કે પ્રભુદર્શન કર્યા વિના જલપાન, પ્રભુપૂજા કર્યા વિના ભોજન અને સાંજે આરતી, મંગળદીવો આદિ પ્રભુ ભક્તિરૂપ આવશ્યક ક્રિયાઓ કર્યા વિના સૂવું એ શ્રાવક માટે યોગ્ય નથી. પ્રભુપૂજામાં શુદ્ધિઓનું ખાસ ધ્યાન રાખવું તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
પ્રભુપૂજનની સાત શુદ્ધિઓ -
પ્રભુપૂજામાં (૧) દેહ (૨) વસ્ત્ર (૩) મન (૪) ભૂમિ (૫) ઉપકરણ (૬) દ્રવ્ય (૭) વિધિ શુદ્ધિનું વિધાન છે. ' દેહશુદ્ધિ સ્નાન કરવા છતાંય ગુમડા, ફોલ્લીઓ, ચાંદીઓ, ઘા વગેરેમાંથી પરુ નીકળવાનું બંધ ન થાય તો પૂજા કરવા જનારે પોતે પ્રભુની અંગપૂજા ન કરવી જોઈએ. પરંતુ પોતે લાવેલાં પુષ્પ, ચંદન આદિ કોઈ બીજા પૂજકને આપીને પૂજા કરાવવી જોઇએ. જ્યારે પોતે દૂરથી જ ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફૂલ વગેરેથી અગ્રપૂજા અને ચૈત્યવંદન આદિ રૂપ ભાવપૂજા કરવી. એવી શાસ્ત્રની આજ્ઞા છે. વસ્ત્ર શુદ્ધિઃ પુરુષે નવા અથવા ધોયેલા, શ્વેત, અખંડ અને ફાટ્યા