________________
ગઝલની ભાષા પ્રત્યાયનમાં અનુકૂળ બને તેવી જોઈએ તેની ભાષા કિલષ્ટ, તત્સમ શબ્દોની હારમાળા વાળી ન જોઈએ.
ગઝલ સાહિત્યની દષ્ટિએ કાવ્ય પ્રકાર તરીકે સ્થાન ધરાવે છે તો બીજી રીતે “Performing At “તરીકે પણ તેનું મૂલ્ય ઊંચું છે. મુશાયરા, કવ્વાલી ના સમારંભોમાં ગઝલ કેન્દ્રસ્થાને રહીને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા નિર્દોષ આનંદ આપવાનું કાર્ય કરે છે. ગઝલ દ્વારા સર્જકના વ્યક્તિત્વની વિશિષ્ટતા મસ્તી કે મિજાજ પ્રગટ થતો હોય છે. આના પ્રગટીકરણ માટે વેધક ભાષા ઉપયોગી નીવડે છે.
કવ્વાલી અને કવ્વાલ શબ્દો ગઝલના સંદર્ભમાં જાણવા જરૂરી છે. જે વ્યક્તિ ગઝલ ગાય છે તે કવ્વાલ કહેવાય છે. અને ગઝલને કવ્વાલી કહેવામાં આવે છે. કવ્વાલ બે પ્રકારની હોય છે. કેટલાક સ્વરચિત ગhો ગાય છે કેટલાક કવ્વાલો અન્ય ગઝલકારોની ગઝલો ગાય છે. આ રીતે કવ્વાલી એ ગઝલ ગાયકી સાથે સંકળાયેલો કાવ્ય પ્રકાર છે. તેનો સંદર્ભ પૂરો પાડે છે.
સૂફીવાદી વિચારધારા પ્રમાણે પ્રભુભક્તિ વિષયક ગઝલ ઇલ્મ, તસવક કહેવાય છે. તેમાં ભક્ત હૃદયની ભગવાન પ્રત્યેની આરજૂ, તમન્ના, અનુરાગ, ચિત્તમાં રહેલી લાગણીઓ - ભાવજગતને વ્યક્ત કરે છે. પ્રણયાનુભવ દ્વત વિના અશક્ય છે. સાચો ભક્ત ભગવાન સાથે ભક્તિના માધ્યમ દ્વારા એકરૂપ બને છે. ગઝલની અનેરી મસ્તીનો અનુભવ અવર્ણનીય છે. વર્ણનકૌશલ્ય, વિચારતત્વ, ચિંતન, અલંકારયોજના, સંગીતમયતા, આધ્યાત્મિકતા વગેરેથી ગઝલ અતિસમૃધ્ધ કાવ્ય તરીકે સન્માનનીય છે.
સંદર્ભ ગ્રંથ - ગુજરાતી પ્રતિનિધિ ગઝલોને આધારે સંક્લન.
[૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org