________________
કવિએ પ્રત્યેક ભાવના વિચારીને વ્યક્ત કરવા માટે પૂજા કાવ્ય પ્રકારને અનુલક્ષીને દુહા-ગઝલ-ઢાળ – કાવ્ય અને મંત્રનું અનુસરણ કર્યું છે.
દુહાથી વસ્તુ નિર્દેશ કરીને ઢાળમાં તેનો વિકાસ કરવામાં આવે છે.
પ્રાયઃ કવિઓએ ઢાળમાં દેશીઓનો આશ્રય લીધો છે. જ્યારે કવિ લબ્ધિસૂરિએ “ગઝલ' નો આશ્રય લઇને પૂજા રચી છે.
ચાર ભાવના મોક્ષનું બીજ સમકિત છે. સમકિતનું મૂળ કારણ ચાર ભાવના છે. ભાવનામાં અપૂર્વ શક્તિ છે, તેનો પ્રત્યક્ષ અનુભવ તો ત્યારે જ થાય કે જ્યારે મનુષ્ય મન-વચન અને કાયાના શુભ યોગથી વિચારોમાં લીન બને (ભાવના ભાવે) જેની જેવી ભાવના હોય છે તેવું ફળ પ્રાપ્ત થાય છે. આત્મોન્નતિના વિચારોનું ચિંતન અને મનનથી અવશ્ય આત્મપ્રકાશની વિદ્યુત સમ ઝાંખી થયા વગર રહેતી નથી. ભાવના એ ભવભ્રમણનો નાશ કરનારી છે. જૈન દર્શનમાં ભાવનાને વધુ મહત્વ આપવામાં આવે છે.
देहो देवालयो प्रोक्तो, जीवो देवः सनातनः । त्यजेदज्ञाननिर्माल्यं सोडहम् भावेन पूजयेत् ॥ १॥
દેહ રૂપ દેવાલય છે તેમાં અનાદિકાળથી જીવાત્મારૂપ દેવ બિરાજમાન છે. તું તારા અજ્ઞાનને છોડીને પરમાત્મા સમાન પોતાના આત્માને જાણી પરમાત્મા સમાન હું આત્મા છું એવી ભાવના-ચિંતન-ધ્યાનથી ઉપાસના કરી નિજ આત્મ સ્વરૂપને પ્રગટ કર. ચાર ભાવના भजस्व मैत्री जगदंगि राशिषु प्रमोदमात्मन् गुणिषुत्व विशेषतः
भवार्तिदिनेषु कृपारसं सदाड प्युदासवृत्ति खलु निर्गुणेष्वपि ॥1॥ અધ્યાત્મ કલ્પદ્રુમ અધિકાર-૧ શ્લોક-૧૦
[૧૧૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org