________________
તમે તો અમારા અમે પણ તમારા અમે બે સહારા સહારા તમે છો.... તમે ક્યાં છૂપાયા ન માલૂમ અમોને હવે ઢંઢવા ક્યાં અમારે તમોને ? અમારી નજરમાં તમારી છે તડફન નજરો કરીને નજરને ભરી દો નજર તો મળે ના મળી ત્યાં ખસો ઝટ કરી વીતરાગી પણાની બનાવટ ન આવું કરીને અમોને સતાવો સૂકાતાં ચમનને અમનથી ભરી દો અમે ખૂબ માસૂમ તમે છો રહમદીલ છતાંયે બનો છો તમે કેમ કાતિલ ? વિરહનાં જખમ શું કરો છો જીગરમાં મિલનના મલમથી જખમને ખરીદો ન છેટું અમારે તમારે જરાયે છતાં કેમ હાલા તું ભેલો ન થાય ? જુદાઇનો પડદો હવે તો હટાવી
કરી એકતા શૂન્યતાને ભરી દો. ૧૪. આચાર્ય યશોભદ્રસૂરિ
શાસનસમ્રાટના પરિવારના અર્વાચીન કવિ સુપ્રસિધ્ધ વક્તા અને રત્નત્રયીના આરાધક આ. યશોભદ્રસૂરિ માતા સોનબાઈ ને પિતા શામજીભાઈના કુળદીપક શિવજીભાઈ સંવત ૧૯૬૪માં સુથરીમાં જન્મ્યા સત્તર વર્ષની વયે લગ્ન થયાં.
[૧૭૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org