________________
૨૦. સજ્ઝાય - ગઝલ
કરો ના ક્રોધ રે ભાઈ, પછી મન ખૂબ પસ્તાશે, કરેલી છે કમાણી જે, પલકમાં તે ડૂબી જાશે . દિવસભર જે જમ્યા મેવા, શરીરમાં લોહીને ભરવા, ઘડીભર ક્રોધ કરવાથી, બધું પાણી થઈ જાશે. જીવનભર ભોગ દેવાથી, બન્યા છે જે સ્વજન સાથી, ઘડીભર ક્રોધ કરવાથી, બધા દુશ્મન બની જાશે. ભવોભવમાં તપશ્ચર્યા, કરીને જે કરમ બાળ્યાં, ઘડીભર ક્રોધ કરવાથી, ફરી પાછાં વધી જાશે.
દાદાને દરબારા - પા. ૨૯૦
૨૧. ગુરુ સ્તુતિ-ગઝલ
તમે હાજર નથી તો આ, બધું સુનકાર લાગે છે, અહીં છે રોશની તો એ, મને અંધકાર લાગે છે. નેનના પાત્રમાં ભરીને, પખાળું પાયને એના, પુનિત આત્મા તણી મુજને, હવે તો ખોટ સાલે છે. તમે શાસનની સેવામાં, નવી જ્યોત જલાવી છે, સાચો રાહ ચીંધીને હમારી આશા દીપાવી છે. સમર્પણ ભાવ લાવી, વિનવીએ આપને આજે, જરા દર્શન તો આપો દેવ, શાસન સેવના કાજે. પૂ.સા.શ્રી. વીરેશાશ્રીજી
શ્રી હેમેન્દ્ર સૌરભ તત્વકણિકા - પા. - ૩
Jain Education International
[૧૯૪]
For Private & Personal Use Only
ul
રા
ઘણા
જા
www.jainelibrary.org