________________
પ્રકરણ - ૪ વિભાગ - ૨
પ્રકીર્ણ ગઝલો આ વિભાગમાં કેટલાક કવિઓની ઉપલબ્ધ ગઝલોનો સંચય કરવામાં આવ્યો છે.
તેમાં ગઝલના પદબંધ દ્વારા તીર્થકર ભગવાનના જીવનના પ્રસંગો, વૈરાગ્યભાવ, ગુરુ વિરહ, પ્રભુભક્તિ, આત્મસ્વરૂપ ચિંતન જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને અભિવ્યક્તિ થઈ છે.
હિન્દી-ગુજરાતી ભાષાના મિશ્રણની સાથે શુધ્ધ ગુજરાતી ભાષામાં ગઝલો રચાઈ છે.
ગઝલોનો પ્રધાન સૂર અધ્યાત્મવાદની વિચાર ધારાને સાકાર કરવાનો છે.
કવિ નાગર, જદુરાય, ખાન્તિવિજય, વિનયમુનિ, અમૃતચંદ્ર આચાર્ય, કવિ પંડિત વીરવિજયજી, મુનિ ચતુરસાગર, માણિકયચંદ્રસૂરિ, પં.શ્રી હંસસાગરજી, સંતોકચંદજી, કસ્તુરીબહેન, અને અજ્ઞાને કવિની ગઝલોનો સમાવેશ થાય છે.
આ ગઝલો ત્રણ પ્રકારની છે.
પ્રથમ પ્રભુ ભક્તિ વિષયક ગઝલોમાં સાકાર ઉપાસનાના પ્રતીક સમાન પ્રભુમૂર્તિ અને જીવનના પ્રસંગોને સ્થાન આપવામાં આવ્યું છે. બીજા પ્રકારની ગઝલોમાં આત્મા પરમાત્મા બને તેનું ચિંતન કરવા લાયક વિચારો વ્યક્ત થયા છે.
નરસિંહ જેવો ભક્ત શિરોમણિ કવિ પણ ભક્તિ સાગરમાં તરતો હતો છતાં અંતે તો કહે છે કે –
[૧૭૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org