________________
૧૮. પંચમ અન્યત્વભાવના (ગઝલ)
નહીં છે આ શરીર તારૂં, તો બીજું શું થવાનું છે; બધાં ન્યારાં છે તારાથી, પંચમ એ ભાવના ભાવો. વળી તું તેહથી ન્યારો, સ્વભાવો પણ જૂદા ધારો; સબુતી એ જાદા પણની, પંચમ એ ભાવના ભાવો. સ્વજન સ્વર્ગે નથી મૂક્યું, ન સ્વારથ તેહનો ચૂકતું; તેમાં કેમ થાય તું ઘેલો, પંચમ એ ભાવના ભાવો. કમલ જેમ કીચથી હોવે, રહે બશેથી તે ન્યાૐ; હટો તેમ કર્મ ભોગોથી, પંચમ એ ભાવના ભાવો. અન્યત્વભાવના જેમાં, આત્મ લબ્ધિ રહે તેમાં; પ્રભુ શ્રી પાર્શ્વ ફરમાવે, પંચમ એ ભાવના ભાવો.
પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૧૧
૧૯. ષષ્ટી અશુચિભાવના (ગઝલ)
અશ્િચ આ શરીર હારૂં, વહે છે નવ જ્યાં નારૂં; તને કેમ લાગતું પ્યારૂં, છઠ્ઠી એ ભાવના ભાવો. રાચે જેમ વિટમાં કીટો માચે તેમ સ્ત્રી વિષે વિટો; અશુચિની છે જે ક્યારી, છઠ્ઠી એ ભાવના ભાવો.
તનુ તવ રોગથી વ્યાપે, કેવી દુર્ગંધી ત્યાં આપે; જરા એ પણ વિચારોને, છઠ્ઠી એ ભાવના ભાવો. કમલ અને કીચનો ન્યાય, કરો ધર્મો ચરિત થાય; અશુચિથી શુચિ નિપજે, છઠ્ઠી એ ભાવના ભાવો.
[૧૩૦]
Jain Education International
For Private & Personal Use Only
॥ ૧ ॥
॥ ૨ ॥
॥ ૩ ॥
॥ ૪ ॥
॥ ૫ ॥
॥ ૧ ॥
॥ ૨ ॥
॥ ૩ ॥
॥ ૪ ॥
www.jainelibrary.org