________________
અનીતિ માર્ગમાં ચાલે, અતિ ઝગડા કરી મ્હાલે, અતિ દુષ્કર્મને પામી, સકલ ગુણ વર્ગને ખાળે. ગુમાવ્યું શ્રીનલે રાજ્ય, હતું જે જગ વિષે પ્રાજ્ય, જુગારે પાંડવે હારી, પોતાની દ્રૌપદી નારી. ઘણા જુગારીઆ જોયા, અન્ને બધું ખોઇને રોયા; મફતનો માલ ન પચવાનો, નક્કી અંતે ન બચવાનો. પછાડે ભૂવિષે પાશા, ને રાખે દ્રવ્યની આશા; નથી ત્યાં દ્રવ્ય મળવાનું, મળ્યે વિશેષ ટળવાનું. જુગારી જાનથી મારે, બીજાનાં બાળકો પ્યારે; ગ્રીવા મરડી ગ્રહે ભૂષણ, ખરેખર એ મહાદૂષણ. જાણી એમ છોડજો જુગટું, દુષણ એ છે મહા મોટું; આતમ કમલ વરે લબ્ધિ, લહે એ ત્યાગથી સિદ્ધિ.
પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૮૮
૩૪. “માંસ-નિષેધક’ (ગઝલ)
ખાવું હાય ! માંસનું ખોટું, જગતમાં પાપ એ મોટું ! વેજીટેરિયન બનો વ્હાલો!,આહાર એ મનથકી ટાલો.
વિના મારે બીજા જતું, કદી નહીં માંસ નિષ્પત્તિ; ક્ષણે ક્ષણ માંસમાં હોવે, બીજા જીવોની ઉત્પત્તિ. અરે ! એ માંસનું ખાવું, અને નરકે સીધા જાવું; નથી જ્યાં દુઃખનો આરો, નથી ત્યાં સુખનો ક્યારો. જેને હું ખાઉં છું તે તો, બીજા જન્મે મને ખાશે; કરી એ માંસ નિર્યુક્તિ, અરથ એ ચિત્તમાં ધારો.
[૧૪૨]
Jain Education International
For Private & Personal Use Only
॥ ૨ ॥
॥ ૩ ॥
॥ ૪ ॥
॥ ૫ ॥
॥ ૬ ॥
૫ ૭ ૫
um
ારા
ul
exu
www.jainelibrary.org