________________
||
૨
|
કદી શોકી કદી રોગી, કદી ભોગી કદી યોગી; ખરેખર આ થીએટર છે, ત્રીજી એ ભાવના ભાવો. કરમ જડ તોડશો જ્યારે પરમપદ પામશો ત્યારે ખરું સુખ મોક્ષમાં મળશે, ત્રીજી એ ભાવના ભાવો. પ્રભુ શ્રી પાર્શ્વની વાણી, ઉતારો ચિત્તમાં પ્રાણી; કમલ જેમ થાશો નિર્લેપી, ત્રીજીએ ભાવના ભાવો. અગર એ વાસના પ્રગટે, નહિ સંસારમાં ભટકે; આતમ લબ્ધિ તદા મળશે, ત્રીજી એ ભાવના ભાવો.
૩ .
||
૪ ||
|
૫ |
પૂજા સ્તવનાવદિ સંગ્રહ – પા.૬
|
૧ |
૧૭. ચતુર્થ એકત્વભાવના
(ગઝલ) જગતમાં એકલો આતમ, આવે છે ને વળી જાવે; નથી કોઈ સાથ જાવાનું, ચોથી એ ભાવના ભાવો. કરે જીવ એકલો ભોગો, સહે છે એકલો રોગો; એકાકી જાય પરલોકે, ચોથી એ ભાવના ભાવો. ન કરશો કોઈ બૂરાં કરમો, કરમ નથી રાખતાં શરમો; ધની યા રંક રાજાની, ચોથી એ ભાવના ભાવો. એકત્વ-ભાવના ભાવે, કમલ જેમ ચિત્ત વિકસાવે; બને નહીં દીન એ ક્યારે, ચોથી એ ભાવના ભાવો. પ્રભુ શ્રી પાર્શ્વજિન ભાખે, ઉરે એ ભાવના રાખે; વસે છે આત્મલબ્ધિ ત્યાં, ચોથી એ ભાવના ભાવો.
-
૩ |
|
૪ |
|
૫
|
પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૯
[૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org