________________
ઉપાસનાની સર્વ ક્રિયાઓ ભાવપ્રધાન છે. ભાવનાનો આધાર મનની વિચારશક્તિ છે. શુભ વિચારોના પ્રવાહમાં મનને જોડીને તેમાં એકાગ્રતા મેળવવી તેવી માનસિક પરિસ્થિતિ આત્માની અનંત શક્તિનો પ્રતીકાત્મક પરિચય કરાવવામાં નિમિત્તરૂપ બને છે.
બાર ભાવનાનો ઉલ્લેખ નવતત્ત્વ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે.
પઢમ મણિચ્ચમ સરણું, સંસારો એગયા ય અન્નä, અસુઇ ં આસવ, સંવરો તહય નિર્જરા નવમી. ॥
લોગ સહાવો બોહિ, દુલ્લહા ધમ્મસ સાહગા અરિહા, એઆઓ ભાવણાઓ, ભાવે અવ્વા પયત્તેણં !
અર્થઃ અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વભાવ, બોધિબીજદુર્લભ, અને ધર્મ એમ બારભાવના છે. (નવતત્ત્વ. પા. ૧૦૪)
ભાવનાનો સીધો સાદો અર્થ વિચારીએ તો કોઇ દ્રવ્ય-પદાર્થ કે વસ્તુ અંગે વિચારણા કરવી એમ થાય છે. વિચારણાને અંતે ચોક્કસ નિર્ણય થાય
છે.
ભાવનાથી ધ્યાનમાં સ્થિર થવાય છે.
રાગદ્વેષની પરિણતિ, જન્મ જરા મરણની ચિંતા અને તેમાંથી ઉદ્ભવતી પીડા, વગેરેમાંથી મુક્ત થવા માટે ભાવના ભાવવી આવશ્યક છે. શુભ ભાવના ભાવવાથી મનની વિશુધ્ધિ થાય છે. જીરણશેઠ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, મમ્મણશેઠ વગેર દષ્ટાંતો લોકજીવનમાં પ્રચલિત છે.
આ ભૂમિકાને લક્ષમાં લઇને કવિ લબ્ધિસૂરિની બારભાવનાની ગઝલોનો ટૂંકો પરિચય અત્રે આપવામાં આવે છે.
કવિ લબ્ધિસૂરિએ બારભાવનાની પૂજાની રચના સંવત ૧૯૮૦ ના પોષ સુદ પૂર્ણિમાને દિવસે કરી હતી.
[૧૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org