________________
- હે આત્મન્ ! જગતના સર્વ જીવો ઉપરમૈત્રી, ભાવ ધારણ કર, સર્વ ગુણવાન પુરુષો તરફ સંતોષ દષ્ટિથી જો, સંસારની પીડાથી દુઃખી થતા પ્રાણીઓ ઉપર કૃપા રાખ અને નિર્ગુણી પ્રાણીઓ ઉપર ઉદાસીનતા-મધ્યસ્થ ભાવ રાખ.
परहित चिन्ता मैत्री, परदुःख विनाशिनी तथा करुणा ।
पर सुख तुष्टि मुदिता, परदोष प्रेक्षणमुपेक्षा ॥१॥ ધર્મબિન્દુ- અધ્યાય-૪ ૨૨૬ મા સૂરની ટીકા
બીજાના હિતની ચિંતા (વિચારણા) મૈત્રી ભાવના કહેવાય છે. બીજાનું દુઃખ દૂર કરવાની ચિંતા તે કરૂણા ભાવના છે.
બીજાનું સુખ જોઈને આનંદ થવો તે પ્રમોદ ભાવના છે. અને બીજાના દોષની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવના છે.
મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એમ ચાર ભાવનાને કેન્દ્રમાં રાખીને કવિ લબ્ધિસૂરિએ ગઝલો રચી છે તેમાં ઉપરોક્ત ભાવનાને સ્પર્શતા વિચારોને સ્થાન આપવામાં આવ્યું છે. અધ્યાત્મ માર્ગ તો ખરોજ પણ વ્યવહાર જીવનમાં પણ આ ભાવનાઓ શાંતિમય જીવન જીવવા માટે વરદાન રૂપ છે.
જૈન કવિઓની ગઝલ રચનાઓમાં કવિ લબ્ધિસૂરિ વિષય વૈવિધ્યની સાથે કાવ્ય સાહિત્યમાં પ્રવેશ કરે છે. આધ્યાત્મિક વિષયોને સ્પર્શતી ગઝલો દ્વારા સર્વસાધારણ જનતાને તત્ત્વજ્ઞાનની કઠિન ને શુષ્ક માહિતી ગઝલ દ્વારા પહોંચાડવાનો સફળ પ્રયત કર્યો છે.
કવિની ગઝલોમાં ગુજરાતી-હિન્દી ભાષાનું મિશ્રણ છે. ગઝલનો વિશિષ્ટ લય-રણકાર પણ જોવા મળે છે.
એમના ભાષા પ્રભુત્વના ઉદાહરણ જોઈએતો સંસ્કૃત ભાષામાં ગઝલ રચવાનો પ્રયોગ કરીને ગઝલ સાહિત્યમાં ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે શ્રીચંદ્રપ્રભુ શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામી ભગવાનની ગઝલો સંસ્કૃત
[૧૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org