________________
થાય છે કે એ પ્રારંભકાળની ગઝલોની સાથે સમાન કક્ષાએ સ્થાન પામી શકે છે. એટલે જૈન સાહિત્યની ગઝલો કાવ્યપ્રકારની સમૃધ્ધિમાં વિવિધતા દ્વારા નવો રંગ જમાવે છે.
ધાર્મિક સાહિત્યની એક મર્યાદા ગણો કે વિશેષતા ગણો તો તેમાં ઉપદેશનું વલણ મહત્ત્વનું દેખાય છે. મમ્મટે કાવ્યપ્રકાશની રચનામાં કાવ્યનાં પ્રયોજનો દર્શાવતાં ઉપદેશનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપદેશ કાંતાસંમિત, મિત્રસંમિત અને પ્રભુસંમિત એમ ત્રણ પ્રકારનો છે. ધર્મગ્રંથોને આધારે વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જાયું છે તેમાં પ્રભુસંમિત ઉપદેશ છે. ભારતીય સંસ્કૃતિની ઉજ્જવળ પરંપરાનું અનુસંધાન સાહિત્ય દ્વારા ઉપદેશાત્મક અભિવ્યક્તિનું છે તે યથાર્થ લાગે છે.
મિત્ર અને કાંતાસંમિત ઉપદેશ તો માત્ર આ જ જન્મમાં લાભદાયક નીવડે જ્યારે પ્રભુસંમિત ઉપદેશ તો ભવોભવના ભાથાની ગરજ સારે છે. પ્રભુની દિવ્યવાણીનો પ્રભાવ જન્મ જન્માંતરોના દુઃખ દારિદ્રય અને શોકને દૂર કરીને આત્મસ્વરૂપ પામવા, પૂર્ણત્વ પામવા માટેનો રાજમાર્ગ દર્શાવે છે. તેનો ઉપકાર ચિરસ્મરણીય છે.
"The divine speech of Lord is the heartiest blessings to the mankind for the development of Spiritual Stage in life"
ધાર્મિક સાહિત્યના પાયામાં જીવન સાથેનો અવિચ્છિન્ન સબંધ રહેલો છે. સાહિત્યમાં કલા, કલા માટે અને કલા જીવન માટેના વાદ વિવાદમાં નહિ પડતાં કલાનો જીવન સાથેનો સંબંધ સ્વીકારવો યોગ્ય લાગે છે.
આ પ્રકારનું સાહિત્ય માત્ર પ્રચારલક્ષી નથી પણ માનવના આચારને આત્મલક્ષી બનાવવામાં મૂલ્યવાન પ્રદાન કરે છે, તે દૃષ્ટિએ ધર્મના સાહિત્યની ઉપેક્ષા કરવી ઉચિત નથી. તેમાંથી નિષ્પન્ન થતી વિશ્વના સર્વ જીવોના કલ્યાણની વિશાળ ભાવના તરફ સૌ કોઇને પૂજ્ય ભાવ થાય તેવી ઊંચી ક્ષમતા ધરાવે છે.
[૩૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org