________________
ભર સિર કુંભ બીંદલી ભાલ, ચલતી મસ્ત મદભર્ ચાલ; મુખ સુ' દૂર કર ચાદરકૂ, નિકસ્યાં જ્યું બાદરકું લાયક જસ મુખ લાજ, સુનહુ તારીફ સહિરકી, ગુનિયન સુન કે ગઝલ, નિજર કર ને મેહરકી,
કવિ ખેતાજીની સ્થળ વર્ણનની ગઝલો મધ્યકાલીન પરંપરાને અનુસરીને રચાઇ છે. કવિએ દેશીને બદલે ગઝલનો પ્રયોગ કરીને રચના કરી છે. ૨. કવિ નિહાલચંદ
મધ્યકાલીન સમયના ૧૮મી સદીના સાધુ કવિ. તેઓશ્રી પાર્શ્વચંદ્ર ગચ્છના હર્ષચંદ્રગણિના શિષ્ય હતા. સંસારના સંબંધથી લઘુ બંધુ હતા.
‘‘બંગાલ દેશકી ગઝલ' : કવિ નિહાલકૃત સં. ૧૭૮૨ થી ’૯૫ના અરસામાં રચાઇ છે : એમાં મુખ્યત્વે મુર્શિદાબાદનું વર્ણન છેઃ અને એ કાળ, ઇતિહાસપ્રસિધ્ધ શિરાજ-ઉદ્-દૌલાનો શાસનકાળ હતો. દેશનું, દેશના લોકોનું, તેના આચારવિચાર, વણજવેપાર વગેરેનું તથા પ્રસિધ્ધ દર્શનીય સ્થળોનું વર્ણન પણ આ ગઝલમાં સમાવેલું છે. કાસમ બજાર અને સયદાબાદની વસ્તીમાં ગુજરાતી લોકો રહેતા હતા : અને એમની સાથે જ જે જે ‘ટોપીવાળાની જાત’ કહેવાય છે તેવા પરદેશી વ્યાપારીઓ અને સોદાગરો આરબ, આરમની, અંગરેજ, હબસી, હુરમજી, ઉલંદાજ, સીદી, ફરાસીસ, અલેખાન, મુગલ, પઠાંનરહેતા હતા. આ વર્ણન ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ માટે ઉપયોગી છે. કવિએ બંગાળી લોકોના ‘દિલમાં દયા હોતી નથી’ એવો ઉલ્લેખ કર્યો છે; કારણ કે મત્સ્યજીવી બંગાળીઓની હિંસા જૈન યતિને ન જ ગમે.
(દુહા)
શ્રી સદ્ગુરુ સારદ પ્રણમી, ગવરી પુત્ર મનાય; બંગાલા દેશકી, કહુ સરસ
ગજલ
બનાય.
Jain Education International
[૪૧]
For Private & Personal Use Only
www.jainelibrary.org