________________
૧૦. પૂ. આચાર્ય લબ્ધિસૂરિ (સંવત ૧૯૪૦ થી ૨૦૧૭)
જૈન રન, વ્યાખ્યાન વાચસ્પતિ અને કવિ શિરોમણિ, જ્ઞાન અને ભક્તિ માર્ગના રસિક, આ લબ્ધિસૂરિની જન્મભૂમિ ભોયણી પાસે બાલ શાસન ગામ. જન્મ સંવત ૧૯૪૦ માતા મોતીબાઇ, પિતા પીતાંબરદાસ. સંસારી નામ લાલચંદ. બાલ્યાવસ્થામાં પિતાનું મરણ. માતૃવાત્સલ્યથી પુત્રને ઉછેર્યો. સંવત ૧૯૫૪ આ. કમલસૂરિનો ભોયણીતીર્થમાં પરિચય વૈરાગ્ય ભાવનામાં પરિણમ્યો. દીક્ષા લેવા માટે ત્રણ વાર પ્રયત્નો કર્યા અને અંતરાય દૂર થતાં ધન્ય ઘડી ને ધન્ય ક્ષણ આવી. સંવત ૧૯૫૯માં આ. કમલસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. લાલચંદ લબ્ધિવિજય બન્યા. સંયમને અનુરૂપ તપ અને શાસ્ત્રાભ્યાસથી પ્રખર જ્ઞાની બન્યા. સંવત ૧૯૯૮ આચાર્ય પદથી અલંકૃત થયા. વકતૃત્વ શક્તિ, શ્રુત જ્ઞાનોપાસના ને કવિ પ્રતિભાથી જન સાધારણમાં માનીતા ને જાણીતા બન્યા. શાસનની પ્રભાવનાના કાર્યોમાં
[૧૧૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org