________________
૩. કવિરાજ શ્રી પંડિત દીપવિજયજી
૧૯મી સદીના પ્રથમ તબક્કાના કવિ બહાદુર પંડિત દીપવિજય વડોદરાના વતની હતા. એમના સંસારી જીવન અને માતા-પિતા વિશે કોઇ માહિતી ઉપલબ્ધ નથી. કવિશ્રી આણસૂરગચ્છના પં. પ્રેમવિજય ગણિના શિષ્ય પં. રત્નવિજય ગણિના શિષ્ય હતા.
કવિની કૃતિઓને આધારે એમનાં ગદ્યપદ્ય સાહિત્યનો પરિચય મળે છે. વડોદરાના ગાયકવાડ રાજાએ દીપવિજયને કવિરાજનું બિરૂદ આપ્યું હતું અને ઉદયપુરના રાજા માનસિંહે કવિ બહાદુરનો ઇલ્કાબ આપ્યો હતો.
દીપવિજયે વટપદ્ર, સુરત, ખંભાત, જંબુસર, સિનોર, પાલનપુર વગેરે શહેરોનું વર્ણન કરતી ગઝલોની રચના કરી છે. એમની સર્વોત્તમ કૃતિ સોહમકુળ પટ્ટાવલી૨ાસ છે. જેમાં સુધર્માસ્વામીથી પ્રારંભ કરીને પોતાના ગુરુ સુધીના પ્રભાવક આચાર્યોનાં જીવન અને કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે.
કવિની અન્ય કૃતિઓમાં વિજય લક્ષ્મીસૂરિ સ્તુતિમાળા ચંદરાજા અને ગુણાવળીને પત્ર, રોહિણી તપ, સ્તવન, કાવી અને કેસરિયા તીર્થ સ્તવન, અબોલડાનું સ્તવન, મુનિવંદના અને રોટીની સજ્જઝાય ઉપરાંત ચૈત્યવંદન, સ્તુતિ, ગહુલીઓની રચના કરી છે. એમની કૃતિઓ રસ, અલંકાર, ભાવ અને ભક્તિ રસથી સમૃધ્ધ છે. કવિનું પૂજા સાહિત્ય ભારતીય સાંસ્કૃતિક ને ધાર્મિક વારસાને વ્યક્ત કરે છે. અષ્ટાપદની પૂજા, નંદીશ્વરની પૂજા અને અડસઠ આગમની પૂજામાં કવિત્વ શક્તિની સાથે જૈન દર્શન પ્રત્યેનો પૂજ્ય ભાવ પ્રગટ થાય છે. ચૌમાસી વ્યાખ્યાન, ચર્ચા બોલ, વિચાર અને મહાનિશીથ સૂત્રના બોલ એ ત્રણ ગદ્ય રચનાઓ છે.
કવિરાજ દીપવિજયનું સાહિત્ય ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું અનુસંધાન કરીને જૈન દર્શન ઇતિહાસના ભવ્ય વારસાનું આચમન કરાવે છે. એમનો સર્જનકાળ સંવત ૧૮૫૨ થી ૧૮૯૨ સુધીનો છે. ૪૦ વર્ષ સુધી સતત સાહિત્ય
[૪૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org