________________
શ્રી પલ્લવ પ્રભુ પાસ જનમરન ભયવારન,
શ્રી પલ્લવ પ્રભુ પાસ સંકટ સર્વે નિવારન, ધરણરાજ પદ્માવતી અહનિસ્ પ્રભુહાજર રહે,
દીપવિજય કવિરાજ બહાદર સકલ સંઘ મંગલ કરે. એના
સોહમકુળ પટ્ટાવલી રાસ પા. ૮૫
‘વડોદરાની ગઝલ' દીપવિજય રચિત હિંદીમાં છે તેની રચના, સંવત ૧૮૫૨ માં (શ્રી ફાર્બસ સભાનાં હસ્તલિખિત પુસ્તકોની યાદી ભાગ ૨ માં જણાવ્યા પ્રમાણે ૧૮૫૪માં) થયેલી. “સ્થલકાવ્ય'ની કોટિની આ રચના તેમાં સંગ્રહેલી તત્કાલીન માહિતી માટે ઉપયોગી છે. એમાં કવિતા નથી : છતાં ગજલ-રેખતા'નું સ્વરૂપ મધ્યકાલીન જૈન કવિઓએ એક વિશિષ્ટ ઉદ્દેશથી અંગીકાર કર્યું હતું તે આ ઉપરથી જાણવા મળે છે. તે વખતે વડોદરામાં ગોવિંદરાવ ગાયકવાડ રાજ્ય કરતા હતા. આ “ગઝલની એક પોથી સં. ૧૮૫૯માં ઊતારેલી છે. બીજી એક ચિત્રાંતિ “વિજ્ઞપ્તિપત્ર'માં અંતર્ગત આ ગઝલની પ્રતિ મળેલી છે. કવિ દીપવિજયે રચેલી વડોદરાની ગઝલવાળો ભાગ તેમના પૂજ્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ તરફ વડોદરાના સંઘે મોકલાવેલ મૂળ વિજ્ઞપ્તિપત્રમાં તે ઊતારેલો છે. આ વિજ્ઞપ્રિલેખમાં તત્કાલીન વડોદરાનાં વિવિધ દૃશ્યો અને સ્થળો, મંદિરો, બજાર, હાટ, સામૈયાનાં સ્ત્રીઓ, પુરુષો કારીગરો, મસ્જિદમાં કુરાન પઢતા મૌલવી અને ચતુર્વિધ જૈન સંઘનો પણ આ ચિત્રમાલામાં સમાવેશ થાય છે. આ “વિજ્ઞપ્તિપત્ર' માં નીચેના બે છંદ વધારાના છે;
“શ્રેણીબંધ હટ્ટાં, સોરે થટ્ટાં, ભરયિાં મટ્ટાં, બહુ કરિયાણેઃ બહો ચીજ વિકતિ વણજાં કરતે ગરજે ફરતે મન જાણેઃ રાજેશ્વર રાજે, અતિહિ છાજે, ગાયકવાલ સિરિ સિરદાર દેસાં-સિર દે, અરિ ન પ્રવેશ જિન ઉપદેશ અતિસાર.
[૪૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org