________________
-
મીરઝા ગાલિબની એક કડીમાં આવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. રેખતાકે તુહીં નહીં હો ઉસ્તાદ અસદ સુનતે હૈ અગલન ઝમાનેમેં કોઇ મીર ભી થા. ગઝલ એ ગાયકીનો એક પ્રકાર છે.
ફારસી ભાષામાં ગઝલનો અર્થ એમ છે કે એવું કાવ્ય કે જેમાં પ્રેમ અને સૌન્દર્યનું વર્ણન હોય. અહીં સૌન્દર્યનો અર્થ ભૌતિક નહિ પણ આધ્યાત્મિક રૂપ સમજવાનો છે. ગઝલ વિશે ઉપરોક્ત વિચારો પ્રચલિત છે અને તે ઉપરથી ગઝલ એ સ્વતંત્ર કાવ્ય પ્રકાર છે એમ જાણવા મળે છે.
ગઝલના બાહ્ય સ્વરૂપને સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દોનો પરિચય અનિવાર્ય બને છે. મલા , મક્તએ, શેર, કાફિયા, રદીફ, બહેર, ઉલા અને સાની
બીજી કડીનો અંતિમ શબ્દ અન્ય કડીમાં પણ પુનરાવૃત્તિ પામે ત્યારે રદીફ કહેવાય છે.
ગઝલની પ્રથમ કડીને મcઆ કહેવામાં આવે છે. આ શબ્દનો અર્થ સૂર્યોદય થાય છે. અહીં તેનો અર્થ ગઝલનો ઉદય સમજવાનો છે. - ગઝલની અંતિમ કડીમાં કવિનું નામ કે ઉપનામ વણી લેવામાં આવે છે ત્યારે મક્તા બને છે. તેનો અર્થ ડૂબતો સૂર્ય થાય છે. અહીં ગઝલ પૂર્ણ થઈ એમ સંદર્ભ લેવાનો છે. મલઅ અને મકતા એ બંને વચ્ચેની કડીઓની “શેર' કહેવામાં આવે છે. શેરની બીજી પંક્તિમાં રદીફ આવે છે. અને કાફિયા મેળવવામાં આવે છે. ગઝલમાં પાંચથી ઓગણીસ શેરની મર્યાદા છે. તેમાં એકી સંખ્યા અનિવાર્ય છે. ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭, ૧૯, એમ શેર હોવો જોઈએ.
પ્રત્યેક શેરમાં બીજી પંક્તિમાં રદીફ આવે અને તેના પહેલાંના શબ્દમાં કાફિયા મેળવવામાં આવે છે. રદીફ મત્સાથી નક્કી થાય છે.
[૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org