________________
આધારશીલા હોવાથી તે અંતર્ગત સત્ય જ કહેવાશે. તર્ક અને બુધ્ધિથી પર જે એક અગોચર સત્ય છે. તેમાં જ સૂફીઓ વિશ્વાસ રાખે છે. તેમની સાધના ત્યાં સુધી પહોંચવું અને સિધ્ધિ તેમાં એકાકાર થવું તે છે.” (૧૮)
સૂફીવાદના ઉપરોક્ત વિચારો જૈન સાહિત્યની પ્રભુવિષયક, ઉપદેશાત્મક અને વૈરાગ્યપ્રેરક ગઝલોના સમર્થન માટે મહત્વનું સ્થાન ધરાવે છે. તપ, ત્યાગ, ઇન્દ્રિય દમન, અનાસક્ત ભાવ, સાધના-યોગાભ્યાસ, આત્માનુભૂતિ જેવા વિચારો ધર્મમાં કેન્દ્રસ્થાને છે એટલે જૈન કવિઓએ પોતાની ગઝલોમાં આધ્યાત્મિક વિચારોને કલાત્મક રીતે ગૂંથી લીધા છે. એ દષ્ટિએ વિચારતાં તેમાં સાંપ્રદાયિક્તાને ગૌણ કરીને વિચારસૃષ્ટિ તરફ લક્ષ રાખવું જોઈએ તોજ જૈનસાહિત્યની ગઝલોને યથોચિત ન્યાય મળી શકે. ગઝલના સમકાલીન કાવ્યરૂપોનો અભ્યાસ સંલક્ષ્ય બને તે માટે કેટલીક વિગતો અત્રે આપવામાં આવી છે.
કસીદા= પ્રશસ્તિ કાવ્ય. રાજામહારાજાઓની, ખલીફા, અમીરઉમરાવોની બિરૂદાવલી ગાવામાં આવે તેવી ગુણગાથા.
મસનવી= કથાકાવ્ય. તેમાં કોઈ ઐતિહાસિક ઘટના કે પ્રેમકથાનું વર્ણન દ્વારા નિરૂપણ કરવામાં આવે છે.
મસિયા= શોક કાવ્ય. યુધ્ધ કાવ્યનો વિષય અને તેનો વિસ્તાર થતાં મૃત્યુ-જન્ય શોક-વિરહની ભાવનાને વ્યક્ત કરવામાં આવે છે.
જૈન સાહિત્યની કેટલીક ગઝલોમાં પ્રસંગનું નિરૂપણ થયું છે, તે લઘુકથા સમાન આસ્વાદ્ય છે. આવી ગઝલો મસનવી સાથે સામ્ય ધરાવે છે. કવિ પ્રભુદાસની નેમનાથની ગઝલમાં નેમનાથ રાજુલનો ત્યાગ કરે છે અને અંતે મુક્તિ પામે છે તે પ્રસંગ કેન્દ્ર સ્થાને છે.
“રાજુલ કહે નાથ ગએ સાથ પરહરી નહીં અર્જ મેરી ગર્જ કછુ દીલમેં ધરી. રાજુલ” ૧
૧૧
[૩૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org