________________
એમાં દિવ્યપ્રેમ, લૌકિક નહિ પણ લોકોત્તર પ્રેમની ભાવનાનું નિરૂપણ થયેલું હોય છે. તેમાં કવિની વ્યંજના શક્તિ અને પ્રતીકોનું ઉપાદાન રહેલું છે ગઝલમાં અધ્યાત્મવાદ વિશેના અવતરણને અત્રે નોંધવામાં આવ્યું છે.
ઉર્દૂના શાયર શાદ' અઝીમા બાદીએ ગઝલમાં સૂફી વિચારધારાનો આરંભ ૨૦ મી સદીમાં કર્યો. એનો સાર એ છે કે સંસારની વિભિન્નતા એક પ્રપંચ માત્ર છે. વિભિન્ન જણાતા સમસ્ત એકાંશો એજ શક્તિના અંશ છે. જેમને આ શક્તિ એ પ્રેમના અંશને ઊર્ધ્વ કરવા પોતાનાથી વિખૂટા કર્યા છે. પ્રેમ દ્વારા આ વિખૂટા અંશ પેલા મહાન તત્ત્વમાં મળી શકે છે અને જીવન લીલા સમાપ્ત થઈ જાય છે. આ વિચારસરણી ભારતીય વેદાંત સાથે મેળ ખાય છે. આત્મા પરમાત્મા વચ્ચેનો પ્રેમ, મિલનની ઉત્કટ ઝંખના, તલસાટ, જગત તરફની બેપરવાઈ, મસ્તી વગેરે એમાં રજૂ થાય છે. ઉશ્રુંખલા કે ઉન્મત્તતા નહીં પરંતુ આંતરિક પાત્રનું છલકાઈ ઊઠવું. ઉમાશંકર જોશી કહે છે મસ્તી એટલે જગતને વ્યવહારની કાંચળી ઉતારીને ફેંકી દેવાની શક્તિ. આવી શક્તિ વગર કવિતા તત્ત્વનો પણ ઉદય અસંભવિત છે, કેમકે કાવ્ય પણ તે ઘડીએ પ્રસરે છે જે ઘડીએ આ મેળવું, આ છોડી દઉં, આની ઉપેક્ષા કરું એવી વસ્તુ માત્ર પ્રત્યેની શૂન્યતા પામ્યો હોય છે અને આનું જ બીજું નામ મસ્તી.”
સૂફીવાદના વિચારોના પ્રભાવ હેઠળ ગઝલો રચાઈ છે. સૂફીવાદે ગઝલ દ્વારા પ્રેમનું આકર્ષણ, ઊર્ધ્વગતિ અને સૌન્દર્ય જેવાં લક્ષણો વિકસાવ્યાં છે. તેનાથી ગઝલમાં બૌધ્ધિક અને ચિંતનાત્મક વિચારો સ્થાન પામ્યા છે.
પરમાત્મા મનુષ્યને પથપ્રદર્શન કરીને પ્રેરણા પણ આપે છે. ઇચ્છાઓના દમનપર સૂફીવાદ વિશેષ ભાર મૂકે છે. સૂફીવાદના વિચારો વેદાંત, બૌધ્ધદર્શન અને ભારતીય ભક્તિ માર્ગની સાથે સામ્ય ધરાવે છે. સૂફી દિવ્યપ્રેમનો ભિક્ષુક છે. સંસારના લોકોનાં દંભ જોઇને એમનું મન વિરક્ત બન્યું છે. દેવી પ્રેમને છુપાવનાર આવરણની ખોજમાં પ્રવૃત્ત થવાની આકાંક્ષા સૂફીવાદમાં મહત્વની છે. અહંકારને ઓગાળવાથી દિવ્યપ્રેમની અનુભૂતિ થાય અને તન્મયતા આવી
[૩૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org