________________
અને અરબી ફારસીના વિશિષ્ટ શબ્દપ્રયોગો દ્વારા ગઝલની ઓળખાણ આપવા માટેનો પ્રયત કર્યો છે. જાલિમ, બંદા, મલાહ, જૌહરી, ગંદા, મજલ, મંજલ, ગમાયા, મતવાલા, મુબારક, બંદગી, સિફત, ઇલમ, જારી, વગેરે શબ્દપ્રયોગો ગઝલોમાં નોંધપાત્ર બને છે. ગઝલ ને અનુરૂપ લય સાધવા ઉપરોક્ત શબ્દો ઉપયોગી બન્યા છે.
આ. વલ્લભસૂરિ અને આ. લબ્ધિસૂરિની ગઝલોમાં ગુજરાતી-હિન્દી ભાષાની સાથે ગઝલના બંધને સંસ્કૃત ભાષામાં સિધ્ધ કરવાનો પુરુષાર્થ કર્યો છે. સંસ્કૃત ભાષામાં આવી કૃતિ સર્જન કરનારા આ બે કવિઓ જૈન સાહિત્યની ગઝલોની સાથે વિશેષતાઓમાં ચાર ચાંદ લગાવે છે. ઉર્દૂ-ફારસી હિન્દીગુજરાતી જેવી ભાષાઓમાં ગઝલ અને કવ્વાલીની રચનાઓ થાય તે તો સ્વાભાવિક છે પણ સંસ્કૃતમાં આવી રચનાઓ કરીને જૈન કવિઓએ ભાષા પ્રભુત્વનું આશ્ચર્યકારક દર્શન કરાવ્યું છે.
મલઅ અને મક્તઅ, રદીફ, કાફિયા વગેરેનો પણ ગઝલોમાં પ્રયોગ થયો છે.વ્યવહા૨ જીવનનાં દૃષ્ટાંતો - ઉપમા-રૂપક, ઉત્પ્રેક્ષા જેવા અલંકારો, શાંત, વૈરાગ્ય અને કરૂણરસની અનુભૂતિ, ઉપદેશાત્મક વિચારો શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસની યોજનાથી સમર્થ અભિવ્યક્તિ, શબ્દવૈભવ વગેરેથી બધી ગઝલો જૈન સાહિત્યની વિવિધતા અને સમૃધ્ધિમાં ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે.
સાહિત્યનો મૂળભૂત ઉદ્દેશ તો નિર્દોષ આનંદ આપવાની સાથે માનવ કલ્યાણની ઉદાત્ત ભાવનાનો રહેલો છે તે જો ચરિતાર્થ થતો હોય તો પછી ગદ્ય-પદ્યનો કોઇ ભેદ રહેતો નથી. પદ્યના પ્રકારોમાં ગઝલ પણ પોતાની અસ્મિતા ટકાવીને જનસાધારણને ચિંતનાત્મક અને વિચારાત્મક ભાથું પૂરું પાડીને માનવતાવાદી વ્યક્તિત્વ ઘડતરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપકારક નીવડે છે.
ગઝલની અભિવ્યક્તિમાં આધ્યાત્મિક વિચારો જોવા મળે છે.
મારિફત અધ્યાત્મવાદ આ પ્રકારની ગઝલની વિશેષતા એ છે કે
[૩૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org