________________
જતાં ભક્તિ રસમાં અનન્ય આનંદની અનુભૂતિમાં જીવન વ્યતીત થાય છે. સૂફીવાદની વિશેષતા દર્શાવતા કેટલાક વિચારો જોઈએ તો -
“સત્યની પ્રાપ્તિ એ જ જીવનનો ઉદ્દેશ છે.”
બાહ્યસૃષ્ટિ સારહીન છે. આંતરિક જ્યોતિ પથપ્રદર્શકનું કામ કરે છે. અને અંતિમ પ્રકાશ તરફ દોરી જાય છે.
આની પ્રાપ્તિ કેવળ આત્મ પ્રકાશ દ્વારા થઈ શકે છે. યોગાભ્યાસ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. જેથી કંઇક અનુભવ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જ્યારે સાંસારિક અસ્તિત્વનું ભાન રહેતું નથી ત્યારે સિધ્ધિની અવસ્થા પ્રાપ્ત થાય છે.
જ્યારે સીમિત આત્મા મહાન જ્યોતિમાં મળી તેમાં વિલીન થઈ પોતાને વીસરી જાય છે ત્યારે જ આ અવસ્થા પ્રાપ્ત થાય છે.
આ અભ્યાસ સ્વયં શક્ય નથી. ગુરુનું હોવું અતિ આવશ્યક છે. યાત્રા આંતરિક અને માર્ગ અદષ્ટ છે. જે આ માર્ગ પર ચાલી ચૂક્યો હોય તેજ પથપ્રદર્શક થઈ શકે છે. એવી વ્યક્તિ મુક્ત હોય છે.
ઘણી શોધ પછી ગુરુ મળે છે અને તે ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે જિજ્ઞાસા પિપાસા ઉત્કટ હોય. તેની ઓળખ કઠિન છે. પરંતુ સમય અનુકૂળ થતાં તે સ્વયં ઓળખાઈ જાય છે.
ગુરુમાં પૂર્ણ શ્રધ્ધા અતિ આવશ્યક છે. અને ગુરુની આજ્ઞાનું પાલન શીઘ્ર ફળદાયી નીવડે છે. વિશ્વાસથીજ શિષ્યનો માર્ગ પ્રકાશિત થઈ ઊઠે છે. તેને દેવીદષ્ટિ પ્રાપ્ત થાય છે. અને અંતે તે પ્રેમસાગરમાં મગ્ન થઈ જાય છે. (૧૭)
સૂફી માટે દરિદ્ર પણ પવિત્ર અને તપમય જીવન જરૂરી છે. આત્મ નિરીક્ષણ તેમજ મનની એકાગ્રતા અનિવાર્ય છે. જેનાં સાધન સદ્ગુરુ દ્વારા જ મળે છે. પોતાના ધ્યેયને વરેલા સૂફી આને પુષ્ટ કરે છે. તેમનો અનુભવ દિવ્યજ્ઞાનની સમાન તર્ક અને બુધ્ધિથી પર છે. તેમ છતાં તેમની શ્રધ્ધાની
[૩૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org