________________
ઉદ્ભવેલી લાગણી, શુભભાવના, પ્રત્યુપકાર વ્યક્ત કરીને ગુરુ મહિમા પ્રગટ કરે છે. આ ગંઝલોં કરૂણરસની ભાવવાહી હૃદયસ્પર્શી અભિવ્યક્તિના ઉદાહરણરૂપ છે. કવિઓની ઝલો મુખ્યત્વે ભક્તિ રસપ્રધાન હોવાથી શાંત રસની અનુભૂતિ કરાવે છે જ્યારે પુણ્યવિજયજીની બે ગઝલ રસની દષ્ટિએ વિચારતાં વધુ આકર્ષક બને છે.
આ. દક્ષસૂરિની સ્તવનાવલિમાં પ્રભુભક્તિ વિષયક ગઝલો પ્રાપ્ત થાય છે.
કેટલીક પ્રકીર્ણ ગઝલોમાં જ્ઞાન અને ભક્તિના સમન્વયની સાથે આત્મસ્વરૂપ ચિંતન, જિનવાણીનો મહિમા, ગુરુવિરહ, વૈરાગ્યભાવના, તીર્થમહિમા વગેરે વિષયોને સ્થાન આપવામાં આવ્યું છે.
જૈન સાહિત્યની ગઝલો ચળવર્ણનથી શરૂ થયા પછી ક્રમશઃ આધ્યાત્મિક વિચારોને વિવિધ રીતે સ્પર્શે છે. સૂફીવાદની વિચારધારામાં આધ્યાત્મિક વિચારોને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યા છે તદ્દનુસાર જૈન સાહિત્યની ગઝલો પણ અધ્યાત્મ માર્ગની ચિંતન અને મનન કરવા લાયક પ્રસાદી છે. આત્મ વિકાસ માટે વૈરાગ્યભાવ પોષક હોવાથી જુદા જુદા સ્વરૂપમાં રચનાઓ થઇ છે તેમાં ગઝલ પ્રકારની કૃતિઓ પણ સમર્થન આપે છે. સમગ્ર૨ીતે વિહંગાવલોકન કરતાં ગઝલોમાં વિષય વૈવિધ્ય નોંધપાત્ર છે.
આ ગઝલોમાં વ્યક્ત થયેલા વિચારો પ્રાચીન દષ્ટાંતોનો સૂચક ઉલ્લેખ કરીને સાંસ્કૃતિક મૂલ્યોનું સમર્થન કરે છે. સત્ત્વશીલ સાહિત્યમાં આવા વિચારોનું પ્રતિપાદન થાય તે ઇચ્છવા યોગ્ય છે. આ દૃષ્ટિએ વિચારીએ તો ધાર્મિક વિષયો દ્વારા માનવજન્મની સફળતા અને વ્યવહાર શુધ્ધિથી સાચા માનવી બનવા માટેની કલ્યાણકારી ભૂમિકા પૂરી પાડે છે.
ગઝલોના વિકાસનો વિચાર કરતાં તેમાં રહેલી પ્રયોગશીલતા ધ્યાન ખેંચે છે.
Jain Education International
[૨૨]
For Private & Personal Use Only
www.jainelibrary.org