________________
આચાર દર્શનનો હિંદી અનુવાદ પણ આ ભંસાલી પરિવારે પ્રકાશિત કર્યો છે.
આ પ્રકાશન દરમિયાન પૂ. રૂપચંદજીના જીવનને અને એમના પરિવારમાં સરસ્વતી અને લક્ષ્મી બંને આસનસ્થ છે, તેમ જ હૃદયમાં અને જીવનચર્યામાં જૈન ધર્મ દઢસ્થ છે એવા એ કુટુંબીજનોને ઓળખવાનો અને સમજવાનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.
બાપુજી સા : એક પ્રેરણાદાયી જીવન' એ શીર્ષકથી ગુજરાતી, હિન્દી અને હવે અંગ્રેજીમાં એમના પુત્ર શ્રી વલ્લભ ભંસાલીએ એક નાની પુસ્તિકા આ સમયે પ્રકાશિત કરી. પુત્રની કલમે લખાયેલી આ પુસ્તિકામાં સહજ પ્રવેશો પછી પૂરી જીવનાભૂતિ પામ્યા પછી જ તમે એના બે મુખ્ય પૃષ્ટોને ભેગા કરી શકો એવી આ પુસ્તિકામાં પિતૃભક્તિની ગંગા છે.
પૂ. રૂપચંદજીનો જીવનકાળ ૧૯૧૫થી ૨૦૦૭, આયુષ્ય સાડા એકાણું વર્ષ. જન્મ રાજસ્થાનના મારવાડ પાલીમાં. એમના પૂર્વજો રાજ્યના પદાધિકારી હતા. પિતાનું નામ પનાલાલજી અને માતાનું નામ ગુમાનબાઈ. આ દંપતીને બે પુત્ર, રૂપચંદજી અને પારસમલ. પિતાએ બને પુત્રોને નાનપણમાં જ જેન છાત્રાલયમાં મોકલી દીધા. રૂપચંદજી આઠ વર્ષની ઉંમરમાં જ પૂ. વલ્લભસૂરિના શિષ્ય મુનિ તિલકદાસની સાથે ઘેર પત્ર મોકલી સાધુ બનવા માટે ચાલી નીકળ્યા હતા. આ રૂપચંદજી ૧૧-૧૨ વર્ષની ઉંમરે ગ્વાલિયર નજીક શિવપુરીમાં પૂ. વિજયધર્મસૂરિજી (કાશીવાળા) દ્વારા સ્થપાયેલ વીરતત્ત્વ પ્રકાશક મંડળના વિદ્યાર્થીગૃહમાં ગયા. રૂપચંદજીએ ચાર વર્ષ શિવપુરીમાં રહીને સંસ્કૃતમાં ઉત્તર મધ્યમાની પરીક્ષા પાસ કરી. ધાર્મિક સૂત્રો શીખ્યાં. અહીં શિક્ષણ અને અધ્યયનની ઊંડી લગન લાગી. ૧૪-૧૫ વર્ષની વયે રૂપચંદજી રજાઓમાં પાલી આવે અને શેરી સફાઈ જેવું સમાજ સેવાનું કામ પણ કરે. ૧૭ વર્ષની ઉંમરે રૂપચંદજી મુંબઈ આવ્યા અને દાદીના સંબંધીની પેઢી ઉપર કામે લાગ્યા.
પાલીનાં ઉત્તમ કુટુંબોમાં છાજેડ પરિવાર. એમની સૌથી મોટી પુત્રી રૂપકુંવર સાથે રૂપચંદજીની સગાઈ થઈ. ૧૯ વર્ષનો વર અને ૧૫ વર્ષની કન્યા. પાલીનો પ્રતિભાશાળી છોકરો અને સમર્થ પરિવારની ગંભીર અને બુદ્ધિમાન છોકરી. બન્ને આત્માનું મિલન થયું. શાનદાર વિવાહની યોજના થઈ, પરંતુ એ ૧૯૩૩ની ગાંધી ચળવળનું વર્ષ અને ચારે તરફ રાષ્ટ્રીય જુવાળ,