________________
એક પ્રેરણાત્મક જીવન શ્રી રૂપચંદજી ભંસાલી
(૧) કેટલાક પ્રસંગોનું નિમિત્ત વ્યવહાર હોય છે, કેટલાકને આનંદ અભિવ્યક્તિનું તો કેટલાંકનું પારંપારિક, પરંતુ આ બધાંથી પર કુદરત અને શુભ કર્મો પણ પોતાનું નિમિત્ત પોતે જ શોધીને એક ભવ્ય પ્રસંગનું સર્જન કરાવી દે છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય આયોજિત ૨૦મા જૈન સાહિત્ય સમારોહનો પ્રસંગ એક ઋષિતુલ્ય વ્યક્તિ અને એમના પરિવારનાં શુભ કર્મોનું નિમિત્ત બની ગયો.
જૈન ગ્રંથ ગૌરવ' શીર્ષકથી યોજાયેલ ત્રિદિવસીય આ સમારોહ રતલામ ખાતે ૨૦૧૦ના જાન્યુઆરીની ૨૯, ૩૦, ૩૧ના યોજાયો અને માર્ચ-૨૦૧૨માં ૨૧મો જૈન સાહિત્ય સમારોહ, રાજસ્થાન પાવાપુરીમાં યોજાયો અને માર્ચ૨૦૧૪માં ૨૨મો સમારોહ મોહનખેડામાં યોજાઈ રહ્યો છે જેમાં જૈન ધર્મના ચારેય ફિરકાના અને અજૈન એવા પણ ૨૫૦ વિદ્વજનોએ એક છત્ર નીચે એકત્રિત થઈ જૈન સાહિત્યના ગૌરવભર્યા વિવિધ ગ્રંથો અને વિવિધ સાહિત્ય અંગે ચર્ચા-ચિંતન કર્યા અને કરશે.
આ સમગ્ર જ્ઞાનોત્સવનું યજમાનપદ શોભાવ્યું ઋષિતુલ્ય પિતા શ્રી રૂપચંદજી અને જ્યેષ્ઠ બંધુ સુશ્રાવક માણેકચંદજી ભંસાલીના પરિવારે.
આજના શણગાર, વૈભવ અને ઉત્સવપ્રિય સમાજ વચ્ચે એક પરિવારે પોતાના પિતા અને જ્યેષ્ઠ બંધુને જ્ઞાનાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ આપી એ એક અમૂલ્ય અને પ્રેરણાત્મક ઘટના છે. ઉત્તમ પિતૃ-ભ્રાતૃ-તર્પણ છે.
પૂ. રૂપચંદજી આ સાહિત્ય સમારોહના પ્રણેતા અને આ સંસ્થા-શ્રી મુંબઈ જેન યુવક સંઘના પૂર્વપ્રમુખ અને “પ્ર.જી'ના તંત્રી ડૉ. રમણલાલ ચી. શાહના જ્ઞાનમિત્ર હતા અને આ સંસ્થાના આવા જ એક મહામાનવ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પૂ. રૂપચંદજીના પ્રેરક પુરુષ હતા.
ડો. રમણલાલ ચી. શાહના બે ગ્રંથો, જૈન ધર્મ દર્શન અને જૈન ધર્મ