________________
[ ૧૭ ]
ગમે તેવી ધુરન્ધર વ્યક્તિ સામે લાલ આંખ કરતાં ત્રિપુટજી જરાય અચકાયા નથી. આ અંગેના એક જ દાખલા ખસ થશે ૩૦ મા॰ મુનશીએ લખેલી ખ્યાતનામ નવલકથાઓ • પાટણની પ્રભુતા ’, ‘ ગુજરાતના નાથ’ અને ‘રાજાધિરાજ’~માં એમણે જે વૃથા પ્રલાપા કર્યા છે, એ અંગે શ્રી ત્રિપુટીએ મુનશી સામે નિર્ભયપણે પાતાના અવાજ રજૂ કર્યા છે.
મુનશી, રાજમાતા મીનળદેવીને વ્યભિચારિણી, રાજપિતા કરણન મીનળદેવીના વ્યભિચાર ચલાવી લેનારા મૂખ અને સિદ્ધરાજ જયસિંહને જારપુત્ર ચીતરે છે. ‘ગુજરાતના નાથ ’માં મુનશીએ મહામાત્ય ઉડ્ડયન વિષે પ યદ્વાતઢા બકવાસ કર્યાં છે. આ બાબતમાં શ્રી ત્રિપુટીજી લખે છે કે—
'એકદરે મુનશીએ ઇતિહાસને ભયંકર દ્રોહ કર્યાં છે. આમાં દોષ કાનો ? તેમની ભાવતાના, વકીલાતી વિશ્વને, અસહિષ્ણુતાને, કલ્પના જાળના કે કલમી
લીલાને.. ?
એક ભારત બહારના મુસલમાન લેખક, સિદ્ધરાજની પ્રશંસા આપે અને એક ગુજરાતી લેખક પેાતાની માતૃભૂમિના ઇતિહાસને બેવફા નીવડે એ તો સૌ લેખકાને શરમાવનારી બીના છે. ’ ૧
આમ ત્રિપુટીજી ઐતિહાસિક બાબતાની છેડછાડને ચલાવી લેવા કે સાંખી લેવા ગિજ તૈયાર નથી.
રાજકારણમાં કેવી ખેંચાખેંચ થાય છે, કેવા કાવાદાવા થાય છે, એ વિષય ઇતિહાસમાંથી શેાધી કાઢીને એનુ રસપ્રદ આલેખન કરવામાં પણ ત્રિપુટજી સફળ બન્યા છે. આ અંગે સિદ્ધરાજ જયસિંહની પેાતાની પછી કુમારપાળને રાજા ન થવા દેવાની ઇચ્છા અને કુમારપાળને બદલે માળવાના રાજપૂત હસ્તિસેનાના નાયક ચાહડને ઉત્તરાધિકારી બનાવવાની ભાવના વિષેનું ત્રિપુટીજીનું લેખન રસપ્રદ છે. સાધુત્વમાં પણ રાજકારણી કાવાદાવા ઓળખી કાઢવાની એમની શક્તિ વિષે માન ઊપજ્યા વિના ન રહે...
વિભિન્ન ઐતિહાસિક ગચ્છા, તેની ઉત્પત્તિ, તેનાં ગાત્રા, શાખા, પેટા શાખાએ, એમાં થયેલા આચાર્યાદિ મુનિવર્યાં, શ્રાવકા, વિવિધ નગરાની સ્થાપનાના અને વિનાશના પ્રસંગેા, ઐતિહાસિક યુદ્ધો, મેાગલકાળના બાદશાહેાની સિલસિલાબંધ ઘટનાએ, યુવરાજે, જ્ઞાતિ, ઐતિહાસિક સ્થાપત્યેા વગેરે અનેક ઢગલાબંધ વિગતાના સંગ્રહ અને ૧. જૈન પરંપરાને ઇતિહાસ, લા. ર પૃષ્ઠ ૯૩ / ૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org