________________
પ્રસ્તાવના....
જન પરંપરાનો ઈતિહાસ ” ચોથા વિભાગના પ્રકાશનનું કાર્ય મારા સ્નેહી મુનિવર્ય શ્રી ભદ્રસેનવિજયજી માએ મને સોંપ્યું ત્યારે મેં કયું પણ ન હતું કે આ શુભ કાર્યમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય મારે માટે નિર્માયું હશે.
વિધિના સંકેત પણ કંઈક અકળ હશે. લગભગ બે વર્ષ પૂર્વે હું અને મુનિવર્ય શ્રી ભદ્રસેનવિજયજી મ. પાલિતાણામાં મળેલા. એ સમયે મેં એમને સ્વર્ગસ્થ ત્રિપુટીજી મહારાજનું અધૂ શું કાર્ય પૂર્ણ કરવા પ્રેરણા કરેલી. બસ, એ સમયે જ આ કાર્યનું બીજ રોપાયું. પછી તો તેઓ મુંબઈ પધાર્યા અને આ ગ્રન્થના પ્રકાશન અંગે પ્રાથમિક વ્યવસ્થા અને આયેાજન ગોઠવાયાં. મુનિશ્રીએ આ કાર્ય મારા હાથે થાય તે સારું; એમ પત્રો દ્વારા વારંવાર પ્રેરણા કરી, પરંતુ આવું ઐતિહાસિક વિષયનું કાર્ય એ વિષયના તજજ્ઞના હાથે થાય તે વધુ વ્યવસ્થિત અને સુંદર બને એ ગણતરીએ આ કાર્ય તે રીતે ગોઠવવા મેં તેમને ભારપૂર્વક વિનંતી કરવા છતાં એમણે આ કાર્ય મારા હાથે જ થાય એમ વારંવાર મિત્રદાવે જણાવતાં, છેવટે આ કાર્ય માટે સ્વીકારવું જ પડયું. મિત્રી પણ ઘણીવાર અધિકાર ધરાવે છે અને એ અધિકાર ટાળી ન શકાય તેવો પણ હોય છે. એ અધિકાર રસ્થાપવામાં મુનિશ્રી ભદ્રસેનવિજયજી જીતી ગયા છે એમ અવશ્ય કહી શકાય!
પ્રસ્તુત “જન પરંપરાને ઇતિહાસ” એ સ્વર્ગસ્થ ત્રિપુટીજી મ. દ્વારા આલેખાયેલો અને પાંચ ખંડોમાં વિભાજાયેલે એક દસ્તાવેજી ગ્રન્થ છે. આ ગ્રન્થ મહાકાય તો છે જ પણ સાથોસાથ એ ઇતિહાસની લખમૂલી અમાનત પણ છે. આ ગ્રન્થને ત્રણ ખંડ તો વર્ષો પૂર્વે રવો ત્રિપુટીજી મહારાજેની વિદ્યમાનતામાં જ પ્રકાશિત થઈ ગયા હતા. પરંતુ પછી તે સમયના સરવા સાથે ત્રિપુટી મહારાજેએ એક પછી એક વસમી વિદાય લીધી અને ઇતિહાસ વિષયક જાણકારોની એ હાલતી ચાલતી યુનિવર્સિટી જાણે એકાએક બંધ પડી.
ત્રિપુટીની વિદાયથી આદર્યા અધૂરાં રહે અને સોનેરી સપનાં પીંખાઈ જાય એવું બન્યું, પરંતુ કાળની અકળ ગતિને કણ કળી શક્યું છે? મુનિ શ્રી ભદ્રસેનવિજયજી મના હસ્તે આ કાર્ય થવાનું નિર્માયું હશે તેથી ઘણું લાંબા સમય પછી પણ આ ચોથો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. મારે કહેવું પડશે કે મુનિશ્રીએ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org