________________
કિંચિજન પરંપરાનો . સ ૧-૨ અને ૩ ભાગમાં વર્ષો પૂર્વે પદ પ્રક -ક ત્રાસદ્ધ થઈ ચૂકયો છે.
આ ગ્રન્થ પુરાતત્ત્વવિદો અને ઇતિહાસવેત્તા મા માટે અત્યંત મહત્ત્વનો અને ઉપયોગી છે.
શ્ર. ભ. મહાવીર સ્વામીથી લઈને વિ.સં ૧૫૯૬ સુધીના કાળમાં બનેલા બનાવો, થયેલા આચાર્યો, તેમ જ આચાર્યોની પાટ પરંપરા, શ્રમણે પાસકે, જ્ઞાતિવંશ અને કુળનો પરિચય–આ બધા વિષયોનો કડીબદ્ધ ઇતિહાસ આમ સંકલિત કરવામાં આવ્યો છે.
વિદ્વાન મુનિરાજશ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટીએ વર્ષોના પરિશ્રમ પછી અભ્યાસપૂર્વક આ ગ્રન્થ તૈયાર કર્યો છે. આ ગ્રન્યમાં કોણે કેવાં કાર્યો કર્યા કેવા કેવા પ્રભાવક આચાર્યો થયા, તેમના દ્વારા જૈન શાસનની કેવી અભુત પ્રભાવના પ્રસરી એનો જ્વલંત ઈતિહાસ વર્તમાનમાં તેમ જ ભાવિ પેઢીને –ઠંડા થઈ ગયેલા લોહીને–તે ખમીરવંત બનાવવા માટે અત્યંત ઉપકારક બને તેમ છે. જ્યાં આપણા પૂર્વજો અને
ક્યાં આપણે ? કેવાં કેવાં એમણે ધર્મ અને શાસનના માટે બલિદાન આપ્યાં છે, તેમ જ તન-મન અને ધનને કેવો સદુપયોગ અને સહૃદયય કર્યો છે; પ્રાચીન ઈતિહાસની ગૌરવગાથા, યશગાથા અને વલંત કારકિર્દી આ બધું વાંચતાં હિયું થનગની ઊઠે છે, હૈયું હર્ષથી હિલોળે ચઢે છે અને એ મહાપુરુષે પ્રતિ ભવ્ય અહોભાવ અંતરમાં જાગે છે. ત્રણ ભાગ વર્ષો પૂર્વે બહાર પડ્યા પછી, વર્ષોથી સુરક્ષિત રીતે સંગૃહીત સાહિત્યને પ્રકાશમાં લાવવા માટે મુનિશ્રી ભદ્રસેનવિજ્યજીએ પરિશ્રમ લઈ ચતુર્થ ભાગ રૂપે આ પુસ્તક પ્રગટ કર્યું છે. આ ગ્રન્થને પ્રકાશમાં લાવવાનો પ્રશસ્ય પ્રયત્ન કરી એમણે સાહિત્યની સુંદર સેવા બજાવી છે. વિ. સં. ૧૫૬ પછી પ૭મા પ્રકરણથી – આ ચતુર્થ ભાગમાં વિશદ ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.
૩. જે ન પરંપરાને ઇતિહાસ, ભા. ૩ પ્રસ્તાવના. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org